રાજકોટ: રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. તેની તપાસ દરમિયાન SIT દ્વારા જેલમાં રહેલા 15 કેદીઓની આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.
જેમાં જેલમાં જ ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીની સંડોવણીનો ખુલાસો થયો છે. હાલ રાજકોટ પોલીસ દ્વારા આ પાંચ કર્મીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. જેલ ખાતે ફરજ બજાવતા હવાલદાર ખીમા મશરીભાઈ કેશવાલા, સુબેદાર છોટુભા બી. ચુડાસમા, જેલસહાયક ભરત અમુભાઈ ખાંભરા, જેલસહાયક હરપાલસિંહ ડી. સોલંકી, જેલ સહાયક રાજદીપસિંહ ઝાલા નામના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલા પણ 5 જેલ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.