ETV Bharat / state

PM Modi Gujarat Visit Live Update: એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાત વિમાન પણ બનાવશે - PM મોદી - PM મોદી આજથી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજકોટમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આજે સાંજે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે લોકસભા ચૂંટણીને લઈને રાજ્યના પ્રધાનો સાથે બેઠક કરશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 27, 2023, 3:18 PM IST

Updated : Jul 27, 2023, 6:17 PM IST

PM મોદીએ રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ મનપાના કુલ 234 કરોડના વિકાસ કામોને તેઓએ પ્રજાને સમર્પિત કર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રાજકોટમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જે કુલ 2500 એકરથી વધુ જમીન વિસ્તારમાં અને 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. હીરાસર એરપોર્ટથી રવાના થઈ PM નરેન્દ્ર મોદી રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસભાને સંબોધન કર્યું હતું.

  • #WATCH | "My thoughts are with those families who had to suffer losses due to natural disasters like cyclone and flood...state govt and people together faced this challenges...state govt is doing everything possible to bring back normalcy and the centre is providing all the help… pic.twitter.com/gTsib3xclf

    — ANI (@ANI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જનમેદનીનો રાજકોટે રેકોર્ડ તોડ્યો: વિજય ભાઈ મારા કાનમાં રહી રહ્યા હતા અને હું પણ નોટિસ કરી રહ્યો છું કે રાજકોટમાં રજા હોય અને બપોરનો સમય હોય ત્યારે રાજકોટમાં કોઈ સભા કરવાનું ન વિચારે એટલી જન મેદની ભેગી થઈ છે. રાજકોટને બપોરે સુવા જોઈએ છે. પરંતુ આજે કાઇક અલગ માહોલ છે. થોડા દિવસ પહેલા સાયકલોન આવ્યું હતું અને પુર પણ આવ્યું હતું અને લોકોએ તેમજ સરકારે આનો સાથે મળીને મુકાબલો કર્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે જરૂર છે તે પૂર્ણ કરી રહી છે.

રાજકોટની વિકાસ તરફ ગતિ: રાજકોટ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ બન્યું છે પરંતુ એક કમી હતી તે આજે પૂર્ણ થઈ. હું રાજકોટમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હતો. રાજકોટનો મારા પર કર્ઝ છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે મે કહ્યું હતું કે રાજકોટ મિની જાપાન બની થયું છે ત્યારે કેટલાક લોકો મારી મજાક કરતા હતા. આજે જોઈ શકો છો. આજે રાજકોટ આંતરાષ્ટ્રીય એરપોર્ટ કારણે સૌરાષ્ટ્રના વિસ્તારના ઉદ્યોગોને લાભ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે

ગરીબી તેજીથી ઓછી થઈ: સૌની યોજનાથી ઘણા લોકોને સિંચાઇ અને પીવાનું પાણી મળશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત લોકોને ખબર છે કે પાણી માટે કેવા વલખાં મારવાં પડતાં, આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી પહોંચે છે. છેલ્લા 9 વર્ષોમાં કેન્દ્ર સરકારે લોકોના જીવનને આસાન બનાવવાનું કામ કર્યું છે. આજે દેશમાં ગરીબી તેજીથી ઓછી થઈ રહી છે. ગરીબ લોકો હવે મધ્યમ વર્ગમાં આવી રહ્યા છે. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતા. આજે 20 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક છે. આજે હિન્દુસ્તાનમાં 1 હજાર નવા ઓર્ડર બુક છે. એ દિવસ દૂર નથી ગુજરાત વિમાન બનાવશે.

વિપક્ષ પર વાર: આજકાલ આ ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદોએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. જો પહેલાની સરકાર હજુ હોય તો દૂધ રૂપિયા 300 લીટર અને દાળ રૂપિયા 500ની કિલો વેચાતી. આજે 7 લાખ કમાઓ તો પણ ટેકસ ઝીરો છે. આજે અમીર હોય કે ગરીબ તમામ લોકો પાસે ફોન છે. આજે ભારતીયો 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં 1 જીબી દેટાની કિંમત રૂપિયા 300 હતી. આજે 20 જીબી ડેટા માટે 300 કે 400 રૂપિયા બિલ આવે છે.

વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન: PM મોદી રાજકોટમાં 860 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે. રાજકોટના KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

રાજકોટમાં કરશે રોડ શો: PM મોદી રેસકોર્સ મેદાન ખાતે જંગી સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી રાજકોટ પ્રવાસ દરમિયાન એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજભવન ખાતે કરશે બેઠક: પીએમ મોદી સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે. રાત્રિ રોકાણ પીએમ મોદી રાજભવન ખાતે કરશે. રાજભવન પર પીએમ મોદી તમામ પ્રધાનો સાથે આગામી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજશે.

28 જુલાઈનો કાર્યક્રમ: આવતીકાલે સવારે 10.30 કલાકે મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં PM મોદી ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યા સુધી પીએમ મોદી સેમિકોન ઈન્ડિયા કાર્યક્રમમાં હાજર રહેશે. શુક્રવારે બપોરે 1.30 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસ કાર્યક્રમમાં હાજર રહેશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા સેમિનારનું ઉદઘાટન કરશે. જેમાં સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે.

  1. Pm Modi in Rajasthan: લાલ ડાયરીના પાના ખુલશે તો કેટલાયના પત્તા કપાશે
  2. PM Modi To Visit Gujarat: આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં, રેસકોર્સમાં મહાસભા

Last Updated : Jul 27, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.