ETV Bharat / state

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો તૈયાર માલ પલળ્યો, મોંએ આવેલો કોળીયો છીનવાયો - મોંએ આવેલો કોળીયો

જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા માર્કેટ યાર્ડ પાણી પાણી ( Rain in Jasdan marketing yard ) થઈ ગયું હતું. જેમાં વરસાદને કારણે કપાસ અને મગફળીનો પાક પલળ્યો ( Prepared Crop of farmers soaked in Rain ) હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો તૈયાર માલ પલળ્યો, મોંએ આવેલો કોળીયો છીનવાયો

author img

By

Published : Oct 10, 2022, 10:03 PM IST

રાજકોટ જસદણમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જોતજોતામાં જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ( Rain in Jasdan marketing yard )વરસ્યો હતો. જેથી જસદણ માર્કેટ યાર્ડ ( Rain in Jasdan marketing yard )થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયું હતું અને કપાસ અને મગફળીનો ખુલ્લામાં પડેલો પાક પલળી જતા ( Prepared Crop of farmers soaked in Rain ) ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.

વરસાદને કારણે કપાસ અને મગફળીનો પાક પલળ્યો

મોઢે આવેલો કોળીયો છિનવાયો ખેડૂતોએ ચાલુ વરસાદમાં કપાસની ગાંસડીઓ માથા પર ઉંચકી શેડ નીચે મૂકવા લાગ્યા હતાં પરંતુ ભારે પવનને કારણે ખેડૂતો પોતાનો મોટાભાગનો મગફળી અને કપાસનો પાક બચાવવામાં અસમર્થ રહ્યા હતાં. ત્યારે આ તૈયાર પાક પર મેઘરાજાએ પાણી ફેરવી દેતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છિનવાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલામાં માર્કેટિંગ યાર્ડ સત્તાધીશોની બેદરકારી પણ છતી ( Negligence of marketing yard authorities ) થઇ રહી છે.

પૂરતા શેડની વ્યવસ્થા નથી જસદણ માર્કેટિંગ યાર્ડમાં પૂરતા શેડની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને ખુલ્લામાં પોતાનો મગફળી, કઠોળ, કપાસ સહિતનો પાક રાખવા મજબૂર બને છે. જેને લઈને અચાનક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પોતાની નજર સામે પાક પલળતો જોઈ દુઃખી થયા છે.

વરસાદ વરસ્યાના વાવડ ખેડૂતોનો ખુલ્લા પટમાં પડેલો પોતાનો પાક પલળતો બચાવવા દોડ્યા હતાં પરંતુ ભારે પવનને કારણે મોટા ભાગનો પાક બચાવવામાં સફળ રહ્યા ન હતાં ત્યારે જસદણ સિવાય લીલાપુર ગામમાં પણ વરસાદ વરસ્યો હતો તેમજ આસપાસના ગામોમાં વરસાદ વરસ્યાના વાવડ છે.

ખેડૂતે આપી પ્રતિક્રિયા જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ લઈને આવેલા ખેડૂતે જણાવ્યું હતું કે 'તેઓ કપાસ લઈને આવ્યા છે પણ વરસાદને કારણે તેમનો બધો કપાસ પલળી ( Rain in Jasdan marketing yard ) ગયો છે. વરસાદથી પાક પલળતા બધુ બગડી ગયું છે અને હરાજી થાય એ પહેલા જ વરસાદ વરસ્યો હતો. માર્કેટ યાર્ડ તરફથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી જેને લઈને ખેડૂતો ચિંતિત થયા છે.

ભારે પવન સાથે દોઢ ઈંચ વરસાદ રાજકોટ જિલ્લામાં બે દિવસથી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં રવિવારે બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને બાદમાં અચાનક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.

પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાની હાલ મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થવા પર હોય મોટાભાગના ખેડૂતોએ બન્ને પાક ઉપાડી લીધા છે. પરંતુ ધોધમાર વરસાદથી મગફળી અને સોયાબીનના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેતપુરમાં પણ મોડીસાંજે અનરાધાર વરસાદ વરસ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.