રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા સદર બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું (Police foot patrolling in sensitive area in Rajkot) હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે જ અલગ અલગ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટ આવનાર છે અને હાલ નાતાલનું તહેવાર શરૂ છે. તેને લઈને પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને ઠેર ઠેર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વિવિધ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટનો તહેવાર આવી રહ્યો છે. જેને ભાગરૂપે પોલીસ દ્વારા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન પેટ્રોલિંગ કરવામાં આવી (Police foot patrolling in Rajkot before 31st) રહ્યું છે. આ સાથે જ શહેરના અલગ અલગ ચેક પોસ્ટ ઉપર, નાકા ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જેના કારણે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો સામે ન આવે અને શાંતિપૂર્ણ વાતાવરણ રાજકોટમાં બની રહે તે માટે પોલીસ એલર્ટ થઈ છે.