રાજકોટ: પડધરી ખાતે આસ્થાને લઈને બે સમુદાય આમને સામને આવી ગયા હતો. માતાજીના તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જગ્યા પર હનુમાન ચાલીસા વગાડતા તેમજ અગાઉથી જૂની અદાવત ધ્યાનમાં રાખીને મામલો ઉશ્કેરાયો હતો. આ સમગ્ર આસ્થા (Hindu Muslim attack in Paddhari) કાર્યક્રમને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે આ કાર્યક્રમ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ છરી સાથે મળી આવતા તેની અટકાયત કરી અને પોલીસે જી.પી.એકટ કલમ 135, 37(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કેટલાક શખ્સો દ્વારા તલવાર લઈને હુમલો કરવાના પ્રયાસોના પણ સમાચાર સામે આવ્યા હતા.(Rajkot Hindu Muslim attack)
આમને સામને આવવાનું કારણ મળતી માહિતી મુજબ હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વગાડવા મુદ્દે બે સમુદાય આમને સામને થયા હતા. કારણ કે, હનુમાન ચાલીસા માટે સ્પીકર મૂકવામાં આવ્યા હતા, ત્યારે અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને તાવા પ્રસાદ કાર્યક્રમ અંતર્ગત અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તાવા પ્રસાદમાં હનુમાન ચાલીસા વગાડવાનું બંધ કરવા અસામાજિક તત્વોએ દબાણ કર્યું હતું, ત્યારે લોકો દ્વારા દબાણ ન માનતા છરી અને તલવાર લઈને અસામાજિક તત્વોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. (Hindu Muslims face each other in Paddhari)
પોલીસની કાર્યવાહી જેમાં 8-9 શખ્સો તલવાર લઈને હુમલો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનામાં PSIની હાજરીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવતા PSIના અન્ય સ્ટાફને જાણ કરતા હુમલાખોર ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની ગંભીરતા લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સોહેલ સંધી, કાશામ બ્લોચ, સિકંદર જુણેજા, અફઝલ સલીમ મેમણ, સદ્દામ સલીમ, મુસ્તાક સંધી, શાહરુખ કાજી, હારુન મકરાણી, શાહરુખ રફીક મકરાણી સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ સોહેલ સંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે. (Rajkot Crime News)
આ પણ વાંચો જૂનાગઢ: કેશોદ તાલુકાના શેરગઢ ગામે બે સમુદાય વચ્ચે ઘર્ષણ
પોલીસ ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વશરામ કળોતરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 27મી ડિસેમ્બર 2022ના રોજ પડધરી દરવાજા પાસે હિન્દુ સમાજના લોકોએ માતાજીનો તાવો રાખેલ હતો. માતાજીના તાવાનો પ્રસાદ ચાલુ હતો તેમજ નજીકમાં અન્ય ધર્મના સમાજનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી એ જગ્યા પર હિન્દુ અને અન્ય ધર્મના સમાજના લોકો ભેગા થયેલા હતા. તે જગ્યાએ અગાઉ જુના વિવાદને લઇ શાંતિ જળવાય રહે અને અનિચ્છનીય બનાવના બને તે માટે બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. (Mataji Tawa attack in Paddhari)
આ પણ વાંચો ઉનાના નવા બંદરમાં બે સમુદાય વચ્ચે થયેલા જુથ અથડામણમાં ASP સહિત 4 પોલીસ ઘાયલ
નેફામાથી ધારદાર છરી આ કાર્યક્રમ દરમિયાન રાત્રિના 11:30 વાગ્યે મોવિયાના ઢોરા એક વ્યક્તિ શંકાસ્પદ રીતે ઉભેલો જોવામાં આવતા વ્યક્તિને રોકી તેનુ નામ પુછતાં પોતાનુ નામ સોહિલ સાળ (28 વર્ષિય) હોવાનું જણાવેલું હતું. જેને પોલીસે ચેક કરતા તેના નેફા માંથી એક ધારદાર છરી મળી આવેલી, જે આશરે એકાદ ફૂટ જેટલી લાંબી હતી. જેના પર અંગ્રેજીમાં AMSUA લખેલ હતું. હાલ હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી જી.પી.એકટ કલમ 135, 37(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.