ETV Bharat / state

ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખને ઢીકાપાટુનો માર મારવા મામલે કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં ખરાબ રોડ રસ્તા અંગે ફરિયાદ કેમ કરશ કહી( BJP Mahila Morcha in Rajkot)ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખને કોર્પોરેટરે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે પોલીસે કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખને ઢીકાપાટુનો માર મારવા મામલે કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ
ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખને ઢીકાપાટુનો માર મારવા મામલે કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Aug 11, 2022, 7:49 PM IST

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર તીરૂપતી સોસાયટીમાં રહેતા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ( BJP Mahila Morcha in Rajkot) પ્રકાશબા ગોહિલ (ઉ.વ.59) ને વોર્ડ નં. 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ (Rajkot BJP)ઢીકાપાટુનો બેફામ માર મારતા 21 જુલાઈના રોજ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસે એન.સી. ગુનો નોંધી કાર્યવાહી હાથ(Police complaint against councilor)ધરી હતી. આ બનાવમાં હાલ પોલીસે આઇ.પી.સી. કલમ 325, 504, 506(2) મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માર મારતા તેને સારવાર માટે ખસેડાયા રાજકોટના તીરૂપતી સોસાયટીમાં રહેતા પ્રકાશબા લખધીરસિંહ ગોહીલ (ઉ.વ.59) ગત 20 જુલાઇના રાત્રીના રણુજાનગરના પૂલ પાસે હતા ત્યારે વોર્ડ નં. 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ રસ્તા પર આંતરી ઢીકા-પાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે એન.સી. ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પ્રકાશબાને હાથના ભાગે ફેક્ચર આવતા પોલીસે કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 325, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો ઓગસ્ટ મહિનામાં આ દિવસે બેન્કમાં રહેશે જાહેર રજા

કોર્પોરેટરે ઝઘડો કરી માર માર્યો રાજકોટના ભાજપ અગ્રણી પ્રકાશબા ગોહીલે જણાવ્યું હતું કે ગત 20 જુલાઇના રોજ રાત્રીના સમયે રણુજા મંદિર પાસે આવેલ હોલમાં વોર્ડ સહિતના કારોબારીની મિટીંગ હતી જેમાં વિસ્તારમાં રોડ-રસ્તા અંગે ફરિયાદ કરી હતી. આ મિટીંગ પુરી થયા બાદ તેમની સાથે અન્ય બે મહિલાઓ કાંતાબહેન અને ઉર્મીલાબહેન પગપાળા ઘરે જતા હતા તે દરમિયાન એકટીવા પર ધસી આવેલા કોર્પોરેટર સંજયસિંહે ઝઘડો કરી ઢીકા પાટુનો બેફામ માર માર્યો હતો.કારોબારીની મિટીંગમાં કોઈ ચર્ચા કરવી નહી અને કઈપણ બોલવાનું નહી નહીતર સારાવાટ નહી રહે તેમ કહી ધમકાવી નાસી ગયો હોવાનું જણાવતા આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

ભાજપ અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા આ સમયે બનાવની જાણ થતા જ વોર્ડ નં. 18 ના મહિલા કોર્પોરેટર ભારતીબહેન પરસાણા સહીત ભાજપ અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વરસાદના પગલે શહેરના તમામ 18 વોર્ડમાં 48 રાજમાર્ગો સહીત છેવાડાના વિસ્તાર સહીત તમામ રસ્તા પર ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા હતા. તેમાં પણ સૌથી વધુ ખાડાની સમસ્યા વોર્ડ નંબર 18 માં જોવા મળી રહી છે ત્યારે આજે પણ આ વિસ્તારના લોકો ખરાબ રોડ રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો પોલીસની દીકરીએ કેજરીવાલને પત્ર લખી ઠાલવી વ્યથા, મહિલાઓને આપી આ ગેરેન્ટી

ભાજપ ભાજપ આમને સામને આ સમસ્યાને લઈને રજૂવાત કરતા હાલ ભાજપ-ભાજપ આમને સામને આવી ગયા છે. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને આ બાબતે કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ દાખલ થતા રાજકીય માહોલ પણ ગરમાયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાબતે ભાજપના આગેવાનો અને હોદેરો મામલો થાળે પડશે કે કાયદેસર કરવા ભલામણ કરશે તેના પણ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.