રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચિભડા ગામે ગઈકાલે બપોરના સમયે ચાર વર્ષની બાળા ફળિયામાં રમી રહી હતી. જેની એકલતાનો લાભ લઈને નજીકમાં જ રહેતા લાલજી હીરા ખીમસૂરીયાએ બાળાને રૂમમાં પુરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલાની જાણ બાળકીના માતાપિતાને થતા ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નાના એવા ચિભડા ગામમાં ચાર વર્ષની બાળકી સત્યે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી. અને અલગ અલગ ટિમો બનાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, ઈસમ ગામની સીમમાં આવેલ ખેતરના ઉભા પાકમાં છુપાયેલો છે. જેને લઈને પોલીસે ખેતરને કોર્ડન કરીને દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો હતો.