રાજકોટઃ રાજકોટના રેલનગર વિસ્તારમાં પોતાના પ્રેમી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ પ્રેમી પાસે પોતાના ઘરમાં જ ચોરી કરાવી હતી. આ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને યુવતી તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી ઘરમાંથી ચોરવામાં આવેલા સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા સહિતનો રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પરિવાર દિલ્હી ગયો અને પ્રેમીએ કરી ચોરી
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર પાર્કમાં રહેતા ફરિયાદી ફ્રાન્સિસભાઈ લલિતશેન ક્રિશ્ચને પ્રદ્યુમ્નનગર પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તારીખ 24/11થી 29/11 દિલ્હી ગયા હતા. તે દરમિયાન તેમના ઘરમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ડુપ્લીકેટ ચાવી બનાવીને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળીને કુલ 7,34,000ના મુદ્દામાલની ચોરી થઈ છે.
પોલીસને પરિવારના સભ્યો પર શંકા ગઈ હતી
પદ્યુમ્નનગર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આ મામલે ઘટના સ્થળની વિઝટ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે ચોરીની ઘટનામાં ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો નહોતો. જેને લઈને પોલીસને પણ પ્રાથમિક દ્રષ્ટિએ ઘરના સભ્યોનો જ આ ચોરીમાં હાથ હોવાની શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે ઘરના અન્ય સભ્યોની પણ પૂછપરછ હાથ ધરી હતી.
પુત્રીએ જ પ્રેમી પાસે ઘરમાંથી કરાવી ચોરી
પોલીસે ગુનો નોંધ્યા બાદ અલગ અલગ ટિમ બનાવીને અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી ફરિયાદીની પુત્રીના પ્રેમીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તે ભાંગી પડ્યો હતો. તેમજ પોતે જ આ ઘરમાં ચોરી કરી હતી અને તેમાં ઘરની ચાવી ડુપ્લીકેટ બનાવમાં ફરિયાદીની પુત્રીનો હાથ હોવાનું તેણે કબુલ્યું હતું.
પુત્રીએ સ્વતંત્ર ધંધો કરવા ઘરમાંથી ચોરી કરાવાનું કબુલ્યું
ફરિયાદીની પુત્રી રિયાન્સી ક્રિશ્ચનએ પાર્થ નવનીતભાઈ ભટ્ટ નામના પ્રેમી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તેમજ તે સ્વતંત્ર રીતે જોબ પ્લેસમેન્ટ માટેની એજન્સી ખોલવા માટે પ્રેમી સાથે મળીને પોતાના જ ઘરમાં ચોરી કરાવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને પ્રેમી પ્રેમિકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં યુવતીએ પોતાના જ ઘરમાં પ્રેમી પાસે કરાવી ચોરી, બન્નેની ધરપકડ - ક્રાઈમ ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલનગર વિસ્તારમાં પોતાના પ્રેમી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ પ્રેમી પાસે પોતાના ઘરમાં જ ચોરી કરાવી હતી. આ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને યુવતી તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી ઘરમાંથી ચોરવામાં આવેલા સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા સહિતનો રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.