ETV Bharat / state

PM Modi's First Election: વડાપ્રધાન મોદી પોતાની જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. વર્તમાનમાં નરેન્દ્ર મોદીને સમગ્ર વિશ્વમાં કોઈ ઓળખાણની જરૂર નથી. તેઓ એક દિગ્ગજ રાજદ્વારી તરીકે સમગ્ર વિશ્વમાં નામના પામ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે પોતાના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા. રાજકોટમાંથી તેઓ ધારાસભ્ય તરીકે પ્રથમવાર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. વડાપ્રધાનની રાજકીય કારકિર્દીમાં રાજકોટનો સિંહફાળો રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણોમાં રાજકોટનો ઉલ્લેખ બહુ લાગણીથી કરે છે. વાંચો રાજકોટ અને નરેન્દ્ર મોદી વચ્ચેના લાગણીમય સંબંધ વિશે વિગતવાર

વડાપ્રધાન રાજકોટ 2 પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 6:01 AM IST

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીના મંડાણ રાજકોટથી કર્યા હતા. પીએમ મોદીએ પોતાના જીવનની રાજકીય સફર રાજકોટથી શરૂ કરી હતી. તેઓએ રાજકોટમાં જ પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડતા હતા અને જીત્યા હતા.ગુજરાતમાં ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. મોદી ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર જ સીધા મુખ્યપ્રધાન બન્યા હતા. તેથી તેમના માટે 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી, જીતીને વિધાનસભામાં પ્રવેશ મેળવવો આવશ્યક હતો.

રાજકોટ 2 બેઠક પરથી લડ્યા હતા ચૂંટણીઃ દિગ્ગજ ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ રાજકોટ 2 નામની વિધાનસભાની બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી હતી. આ બેઠક ભાજપ માટે સુરક્ષિત બેઠક મનાય છે. તેથી નરેન્દ્ર મોદીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની પસંદ કર્યું હતું. જ્યારે વજુભાઈ બેઠક ખાલી કરતા અહી પેટા ચૂંટણી યોજાઈ જેમાં મોદી રાજકોટ 2 બેઠક પરથી અંદાજિત 14 હજારના મતોથી વિજયી બન્યા હતા.

અત્યંત લકી છે આ બેઠકઃ રાજકોટ 2 બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સમય જતાં રાજકોટનો વિસ્તાર વધતા શહેરમાં 4 વિધાનસભાની બેઠકની રચના કરવામાં આવી. ત્યારથી આ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે. રાજકોટ પશ્ચિમ બેઠકની એવી પણ માન્યતા છે આ બેઠક પરથી જે ચૂંટાય છે તે મુખ્ય પ્રધાન પદ સુધી જાય છે. આ બેઠક પરથી વજુભાઈ વાળા લડ્યા હતા જેઓ રાજ્યના નાણા પ્રધાન રહ્યા અને વર્ષો સુધી ગવર્નર પદ પર પણ રહ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી આ બેઠક પરથી લડ્યા અને ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા.

રાજકોટનું ઋણ મોદી ભૂલ્યા નથીઃ વડાપ્રધાન મોદી રાજકોટમાંથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને રાજકોટવાસીઓએ પણ તેમને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા હતા. ત્યારથી જ વડાપ્રધાન મોદી વિવિધ ચૂંટણીઓમાં સતત વિજયી બની રહ્યા છે. નરેન્દ્ર મોદી રાજકોટનું આ ઋણ ભૂલ્યા નથી. તેઓ અનેકવાર પોતાના ભાષણમાં રાજકોટ અને રાજકોટની જનતાને યાદ કરી ભાવુક બની જાય છે. મોદી કહે છે કે, રાજકોટવાસીઓએ મને જીતાડીને વિધાનસભામાં મોકલ્યો હતો. રાજકોટથી મારા જીવનની રાજકીય સફર શરૂ થઈ હતી. હું રાજકોટનું ઋણ ક્યારેય ઉતારી શકીશ નહીં.

રાજકોટને અનેક વિકાસકાર્યોની ભેટઃ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની મુખ્ય સમસ્યા પાણીની અછત દૂર કરવા સૌની યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું. આ યોજના મારફતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોને જોડવામાં આવ્યા અને પાઇપલાઇન મારફતે નર્મદાના નીર પહોંચતા કર્યા. ત્યારબાદ રાજકોટને AIIMSની ફાળવણી કરાઈ. અત્યારે ગુજરાતમાં એક માત્ર AIIMS રાજકોટમાં જ છે. તાજેતરમાં જ રાજકોટને આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની ભેટ પણ મોદીએ આપી છે. તેમજ હાલમાં રાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સ લેન હાઈવેનું કામ પણ ચાલી રહ્યું છે.

  1. સુરેન્દ્ર, નરેન્દ્ર અને ભૂપેન્દ્રના ત્રિવેણી સંગમ પર મોદીએ કરી મતઅપીલ
  2. PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ચૂંટણીલક્ષી પ્રચારની કરી શકે છે શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.