રાજકોટ ધોરાજીના નેશનલ હાઈવે પર આવેલ અતુલ ગ્રાઉન્ડ ( Dhoraji Atul Ground )ખાતે 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ( PM Modi Public Meeting in Dhoraji )સંબોધશે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને રાજકોટ ભાજપ ( Rajkot BJP ) દ્વારા સભાસ્થળે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
લાખોની મેદનીનો અંદાજ ધોરાજી ખાતે યોજાનાર આ સભા ( PM Modi Public Meeting in Dhoraji )ની અંદર લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી પણ વિગતો સામે આવી છે. ત્યારેઆ કાર્યક્રમને લઈને ભાજપના આગેવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધોરાજી ખાતે યોજાઈ રહેલ આ સભાની અંદર પાંચ જેટલી વિધાનસભાના લોકો ઉમટી પડશે તેવું પણ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું.
યુવાનોના રોલ મોડેલ આ સાથે જ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ( Gujarat Pradesh Youth BJP President Prashant Korat )પણ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોના રોલ મોડેલ છે અને યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો રોલ મોડલ માની આ કાર્યક્રમ ( PM Modi Public Meeting in Dhoraji )ની અંદર ઉપસ્થિત રહેશે અને લાખોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડશે.
20 તારીખે છે જાહેર સભા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં ભાજપ તરફથી પીએમ મોદીની જાહર સભાની તૈયારીઓ ચાલી રહી છે. 20 તારીખે રાજકોટના ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને ( PM Modi Public Meeting in Dhoraji ) સંબોધવાના છે. ત્યારે આ સભાની અંદર ધોરાજી, જેતપુર, ગોંડલ, કુતિયાણા અને પોરબંદર સહિતની પાંચ જેટલી વિધાનસભાના કાર્યકરો આગેવાનો તેમજ સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું પણ રાજકોટ ભાજપના ( Rajkot BJP ) મનસુખ ખાચરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે.