ETV Bharat / state

રાજકોટમાં સરકારી કચેરીઓનો અંદાજીત 100 કરોડથી વધુનો ટેક્સ બાકી

રાજકોટમાં અલગ અલગ સરકારી ઓફિસો જેવી કે રેલવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સમરસ હોસ્પિટલ સહિતની કચેરીઓ છેલ્લા ઘણા સમયથી ટેક્સ ભર્યો નથી. જેને લઇને મનપા દ્વારા હવે આ કચેરીઓ પાસેથી ટેક્સ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી કચેરીઓનો અંદાજીત 100 કરોડથી વધુનો ટેક્સ બાકી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 2:46 PM IST

Updated : Dec 2, 2023, 3:32 PM IST

સરકારી કચેરીઓનો અંદાજીત 100 કરોડથી વધુનો ટેક્સ બાકી

રાજકોટ: સામાન્ય નાગરિકનો ટેક્સ બાકી હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારી કચેરીઓની જ કરોડો રૂપિયાનો ટેકસ બાકી છે, છતાં મનપા દ્વારા હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને અનેક સવાલો ઉભા થઇ થયા છે.

" લગભગ તમામ કચેરીઓનો અંદાજિત 100 કરોડનો વેરો બાકી છે. હાલમાં અમારે રાજકોટ રેલવે વિભાગ પાસેથી સૌથી વધુ રકમ ટેકસની બાકી છે જે 5 કરોડ જેટલી થાય છે. આ સિવાયની જે કચેરીઓ છે તેમાં અંદાજીત 2થી 3 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. જ્યારે અમુક કચેરીઓમાં અંદાજિત 4થી 5 કરોડ જેવો પાણી વેરો બાકી છે. આ સિવાયની તમામ સરકારી કચેરીઓ નિયમિત રૂપે વેરો ભરે છે." - ચેતન નંદાણીયા, ડેપ્યુટી કમિશનર, મનપા રાજકોટ

મનપા દ્વારા ટેક્સ વસૂલવાની કાર્યવાહી: મોટાભાગે સરકારી કચેરીઓ માર્ચ મહિનામાં વેરાની ચુકવણી કરતી હોય છે કારણ કે માર્ચ મહિના સુધીમાં ગ્રાન્ટના નાણાં આવતા હોય છે. આ વખતે અમે સરકારી કચેરીઓના વેરા મામલે અગાઉથી એક બેઠક કરીને આ કચેરીઓને વિનંતી કરી છે કે તેમ સરકારમાંથી મળતી ગ્રાન્ટ મેળવી લો જેથી કરીને તેમને માર્ચ મહિના સુધીમાં આ વેરો ભરવા માટેની અનુકૂળતા મળી રહે. જ્યારે આ વર્ષે વહેલી કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે એવો પણ અંદાજ છે કે આ વખતે મોટાભાગની કચેરીઓ બાકી વેરો ભરશે.

ઉલ્લેખનીય છે રાજકોટ બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, પોલીસ વિભાગ, BSNL, રેલવે, GST કચેરીઓ, વિવિધ પંચાયતો સહિતની સરકારી કચેરીઓનો અંદાજિત 100 કરોડનો ટેક્સ બાકી છે. જેને વસૂલવા માટે હવે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટવાસીઓની વાત કરવામાં આવે તો ગત વર્ષે રાજકોટવાસીઓ દ્વારા 250 કરોડનો ટેક્સ ભરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે મનપાને 300 કરોડ ટેક્સના આવશે તેવો અંદાજ છે.

  1. આણંદ SOG પોલીસે યુકેના નકલી વિઝા આપતો એજન્ટ ઝડપ્યો, ત્રણ વર્ષમાં કેટલા મોકલ્યાં તેની તપાસ શરુ
  2. મોરબીમાં કરિયાણા અને પાનની દુકાનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની 200 બોટલ ઝડપાઈ

Last Updated : Dec 2, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.