રાજકોટ: જિલ્લામાં કુલ 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી આજ દિન સુધી કુલ 16 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. જ્યારે હાલ 41 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
જ્યારે અત્યાર સુધીમાં રાજકોટમાં એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે રાજકોટના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાંથી જ 40 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અહીં મોટાભાગના લોકોને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. અહીંના લોકો કોરેન્ટાઈનનો ભંગ ન કરે તે માટે પોલીસ પણ ચૂસ્તપણે લોકડાઉનનો અમલ કરાવી રહી છે.