- રાજકોટ પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો
- કોંગ્રેસ પ્રદેશમંત્રી ભાજપમાં જોડાયાં
- મનોજ રાઠોડે કોંગ્રેસનો સાથ છોડ્યો
રાજકોટઃ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રદેશ મંત્રી મનોજ રાઠોડ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. જોકે તેમને જિલ્લાની નબળી નેતાગીરીને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી હોવાનું ખુલાસો પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મનોજ રાઠોડ રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હતાં. છતાં પણ તેમણેે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ટિકિટ દેવામાં બે નેતાઓની વરવી ભૂમિકાનો આક્ષેપ
મનોજ રાઠોડે રાજીનામાં સાથે જણાવ્યું છે કે હું મનોજ રાઠોડ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને નિરીક્ષક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાટડી નગરપાલિકા કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી તેમજ કોંગ્રેસના સભ્ય તરીકે રાજીનામું આપું છું. રાજકોટ જિલ્લા કોંગ્રેસના તેમ જ લોધિકા તાલુકા કોંગ્રેસના નબળી નેતાગીરીને નીચે હું કામ કરી શકું એમ નથી. આ બંને નેતાગીરી લોધિકા જિલ્લા પંચાયત 19ની ટિકિટ દેવામાં વરવી ભૂમિકા ભજવેલ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમ જ લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હારેલા ઉમેદવારની તરફેણ કરે છે. આવી આવી નેતાગીરી સાથે હું કામ કરી શકું એમ નથી. જેથી મારા પ્રદેશના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.