રાજકોટ જિલ્લામાં અંદાજિત 9 હજાર બોગસ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. જેમાં એક જ IDનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ એક જ પરિવારના 200થી વધુ લોકોના નામ જોડીને નવા કાર્ડ કાઢી આપવાની વિગતો બહાર આવી હતી. જેની જાણ જિલ્લા અધિકારીને થતાં તેમણે તાત્કાલિક કૌભાંડ આચરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક 9 ઓપરેટરોનેને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનું કૌભાંડ ફરી એકવાર સામે આવતા જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.