રાજકોટ : જિલ્લાના જેતપુરના જૂનાગઢ રોડ પર દેવ્યાની એપાર્ટમેન્ટ પાસે રહેતા 32 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. મળતી વિગત અનુસાર લીવરની બીમારી હોવાથી યુવકે અમદાવાદમાં સારવાર લીધી હતી. સારવાર બાદ અમદાવાદથી પરત ફરતા યુવકને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો અને જેતપુર તંત્ર દ્વારા રેગ્યુલર ચેકઅપ કરવામાં આવતું હતું.
હાલ આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા યુવક જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. યુવક તેમના જે પરિવારના બે સભ્યોને મળ્યો હતો. તે બે વ્યક્તિ સહિત સારવાર અર્થે જે એબ્યુલન્સમાં અમદાવાદ લઈ ગયા હતા. તે એબ્યુલન્સ ડ્રાઇવરને પણ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.