રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી એસઓજીએ 1.730 કિલો ગાંજો સાથે એક ઈસમને ઝડપી પડયો છે.
દિલો ઉર્ફ દિલાવર સતારભાઈ લિંગળીયા નામના ઈસમ પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.
હાલ એસઓજીએ આ ઈસમની ધરપકડ કરી, આ ગાંજો ક્યાંથી લાવ્યો, શહેરમાં કોને કોને ગાંજો આપ્યા સહિતની વિગતો જાણવા પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે ફરી એકવખત રાજકોટમાંથી ગાંજો ઝડપાતા પોલીસ વધુ એલર્ટ થઈ છે.