- માર્કેટયાર્ડમાં દોઢ લાખ ગુણી મગફળીની આવક
- માર્કેટયાર્ડ મગફળીથી ઊભરાયું
- ખેડૂતોને મગફળી ભાવ 725 થી લઈ 1061 સુધી મળ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં આ સિઝનમાં રોજિંદા વધારો નોંધાઈ રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવતા દોઢ લાખ ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. જ્યારે માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલોછલ થઈ જવા પામ્યુ હતું. ખેડૂતોને 20 કિલો મગફળી ભાવ 725 થી લઈ 1061 સુધી મળ્યા હતા.
મગફળીના વાહનોની 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો
આ ઉપરાંત મગફળી ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરના ઓઇલ મિલરો, સીંગદાણાના વેપારીઓ ઉપરાંત રાજ્ય બહારના લોકો પણ ખરીદી માટે આવી રહ્યા છે, ખરો તોલ રોકડા નાણાંના યાર્ડના નિયમને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો મગફળી વેચાણ કરવા ગોંડલ માર્કેટીંગ યાર્ડને અગ્રતાક્રમ આપી રહ્યા છે.