ETV Bharat / state

રાજકોટમાં પતિને કોરોના થતા વૃદ્ધાએ કરી આત્મહત્યા - Wife did sucide

રાજકોટમાં કોરોનાના ડરના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા હોય તેવા બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પતિને કોરોના થતા પત્નીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધો છે.

વૃદ્ધાએ કરી આત્મહત્યા
વૃદ્ધાએ કરી આત્મહત્યા
author img

By

Published : May 6, 2021, 12:05 PM IST

  • કોરોનાના ડરના કારણે આત્મહત્યાના બનાવોમાં વધારે
  • પતિને કોરોના થતા વૃદ્ધાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
  • નણંદનું બે દિવસ પહેલા કોરોનાથી મોત થયું હતું

રાજકોટ : સમગ્ર દેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ રાજકોટમાં કોરોનાના ડરના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા હોય તેવા બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના સામે આવી છે.

નણંદનું બે દિવસ પહેલા કોરોનાથી મોત થયું હતું

પતિને કોરોના થતા પત્નીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધો છે. રાજકોટના ગોકુલધામ વિસ્તારમાં રહેતા પરિવારમાં નણંદનું બે દિવસ પહેલા કોરોનાથી મોત થયા પછી પતિને પણ કોરોના થતા વૃદ્ધાએ આત્મહત્યા કરી દીધી છે. આત્મહત્યામાં વૃદ્ધ પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ પણ વાંચો : પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
61 વર્ષીય વૃદ્ધાએ ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી
રાજકોટના ગોંડલ રોડ પર ગોકુલધામ આવાસ કર્વાટરમાં રહેતા 61 વર્ષીય સરલા ધનશ્યામ ગોહેલ નામના વૃદ્ધાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમના નણંદનું કોરોનાના કારણે મોત થયું હતું. ત્યારપછી આ વૃદ્ધાના પતિને કોરોના થતા સિવિલમાં દાખલ કરાયા હતા.

આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીએ કરી આત્મહત્યા

રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આત્મહત્યા કરી રહ્યા

પતિની હાલત પણ ગંભીર હોવાથી વૃદ્ધા દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવી હતી. જો કે, આ સિવાય પણ રાજકોટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પણ આત્મહત્યા કરી રહ્યાની ઘટનાઓ સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.