રાજકોટઃ જિલ્લામાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે રાજકોટમાં રવિવાર સાંજથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે.
જ્યારે રાજકોટ એરપોર્ટની દિવાલ પણ ભારે વરસાદનેે કારણે ધરાશાયી થઈ હતી. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગર પાસેની એરપોર્ટની દીવાલ વરસાદમાં ધરાશાયી થઈ હતી. જેને લઈને એરપોર્ટ પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઘટનાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દિવાલ પડવાથી કોઈ મોટી જાનહાનિ થઇ નથી. પરંતુ ભારે વરસાદ પડવાના કારણે વર્ષો જૂની આ દીવાલ અચાનક પડી ગઈ હતી. રાજકોટમાં એરપોર્ટની દીવાલ પડી જતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.