- ડેપ્યુટી કમિશનરનો NSUI કર્યો ઉગ્ર વિરોધ
- પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
- પોલીસે વિરોધ કરી રહેલા 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી
રાજકોટ : શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મનપાના ડેપ્યુટી કમિશનર રાજમાર્ગો પર નીકળ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ કર્યો હતો. ત્યારે આજે NSUI દ્વારા ડે. કમિશનરનો વિરોધ કર્યો હતો. NSUI ના કાર્યકરો હોકી લઈ મનપા કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તા. 14 ના રોજ ભાજપ દ્વારા સ્કૂટર રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા. જેને લઈને NSUI એ વિરોધ નોંધાવ્યો હતો કે ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતા કેસ કરવામાં નથી આવ્યો. જ્યારે સામાન્ય વેપારીઓને નજીવી બાબતમાં દંડ ફટકારવામાં આવે છે. વિરોધ કરી રહેલા કમિશનર જાહેરમાં ગંદકી કરતા હોય તે લોકોને દંડ ફટકારે છે. જેને લઇને પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.