- આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ
- ETV BHARAT દ્વારા પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો સાથે ખાસ વાતચીત
- ભ્રષ્ટાચાર વિરોધી તેમજ શિક્ષિત હોય તેવા ઉમેદવારોની પસંદગી કરશે
રાજકોટ : આજે રાષ્ટ્રીય મતદાન દિવસ છે. ત્યારે રાજકોટમાં ETV BHARAT દ્વારા પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, તેમને પ્રથમવાર મતદાન કરવા માટે ઉત્સુક છે. તેમજ ભ્રષ્ટાચાર વિરોધી તેમજ શિક્ષિત હોય તેવા ઉમેદવારોની પસંદગી કરશે. ત્યારબાદ સ્થાનિક પ્રશ્નોને વાચા આપનારા ઉમેદવારોની પણ પસંદગી આ યુવાનો પસંદ કરશે, તેમ યુવાનોએ જણાવ્યું હતું.
પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોની અપીલ
રાજકોટ મહા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોએ લોકોને અપીલ કરી છે કે, તેમને આ ચૂંટણીમાં અવશ્ય મતદાન કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સારા ઉમેદવારની પસંદગી કરે.