ETV Bharat / state

Naresh Patel will go into politics: નરેશ પટેલ પંજાબથી ‘આપ’ના ઉમેદવાર બની રાજ્યસભામાં જશે?

બે દિવસથી હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મને પક્ષમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે તે અંગેના સમાચારો જોઈ રહ્યો છું. હજુ સુધી મેં આ અંગેનો નિર્ણય જાહેર કર્યો નથી.તેમ નરેશ પટેલે જણાવ્યું હતું.વધુમાં કહ્યું કે 20 વર્ષ પહેલાં લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતાં. જ્યારે આજે વાત જુદી છે.

aresh Patel will go into politics: નરેશ પટેલ પંજાબથી ‘આપ’ના ઉમેદવાર બની રાજ્યસભામાં જશે?

author img

By

Published : Mar 15, 2022, 8:17 PM IST

રાજકોટ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Karyakari President of the Congress)ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટેના આમંત્રણ માટેનો લેટર(Letter for invitation) લખ્યો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ પણ નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. જેને લઈને રાજકારણમાં જબરો ગરમાવો (warm wave in politics)આવ્યો છે. ત્યારે નરેશ પટેલે રાજકારણમાં જવા અંગેનું મહત્વનું નિવેદન આપ્યું છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યું કે, નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડયું છે. નરેશ પટેલ પોતે રાજકારણમાં પોતાના પત્તાં 20 માર્ચે ખોલવાના છે ત્યારે નરેશ પટેલ રાજ્યસભાના આપના ઉમેદવાર બને તેવી શક્યતા છે. પંજાબમા રાજ્યસભામાં સભ્ય તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 21 માર્ચ છે. આથી સૂત્રોના કહેવા પ્રમાણે નરેશ પટેલ પંજાબમાંથી રાજયસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે અને ચૂંટાઈને રાજયસભામાં જશે. આમ થવાથી આમ આદમી પાર્ટી પાટીદારોના અંકે કરવા પ્લેટફોર્મ તૈયાર કરશે.

હું 20 માર્ચથી 30 માર્ચની વચ્ચે મારો નિર્ણય જાહેર કરીશ - ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ છેલ્લા બે દિવસથી હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મને પક્ષમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે તે અંગેના સમાચારો હું જોઈ રહ્યો છું. ત્યારે હજુ સુધી મેં આ અંગેનો નિર્ણય જાહેર કર્યો નથી. આ સાથે જ મને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેયના નેતાઓ દ્વારા પોતાના પક્ષમાં આવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમનો હું આભાર માનું છું. પરંતુ હું આગામી 20 માર્ચથી 30 માર્ચની વચ્ચે મારે રાજકારણમાં જવું કે ન જવું તે અંગેનો મારો નિર્ણય જાહેર કરી દઈશ.

આ પણ વાંચો: Political Expert on Naresh Patel: નરેશ પટેલને રાજકારણમાં જવું હોય તો અત્યારે નિર્ણય લેવાનો શ્રેષ્ઠ સમય

કોંગ્રેસની વિચારધારા અંગે આ કહ્યું નરેશ પટેલે - જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલને પૂછવામાં આવ્યું હતું કે વર્ષોથી એવું માનવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલ અને તેમનો પરિવાર કોંગ્રેસની વિચાર સાથે વિચારધારા(Congress ideology) સાથે જોડાયેલો છે. ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલાં લગભગ મોટાભાગના પરિવારો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતાં. જ્યારે આજે વાત જુદી છે. આ સાથે જ નરેશ પટેલે પોતે કયા પક્ષમાં જશે અથવા રાજકારણમાં જશે તે અંગેનો નિર્ણય( decision to go into politics) આજે પણ તેમને જાહેર કર્યો ન હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે મારા સમાજના અગ્રણીઓ જેમ કહેશે તે પ્રમાણે હું નિર્ણય જાહેર કરીશ.

આ પણ વાંચો: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં, રાજ્યસભાની ટીકિટના અભરખાનો આક્ષેપ

બે દિવસ પહેલા જ નરેશ પટેલ ગયા હતાં દિલ્હી - ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ બે દિવસ પહેલા દિલ્હીના પ્રવાસે ગયા હતાં. જેને લઈને તેમણે જણાવ્યું હતું કે મારે મારા બિઝનેસનો કામને લઈને મારે દિલ્હી જવાનું થયું હતું. જ્યારે મેં દિલ્હીમાં કોઇ પણ રાજકારણીઓ સાથે મુલાકાત કરી નથી અને કોઈ પણ પક્ષના નેતાઓને હું મળ્યો નથી. મારે અચાનક દિલ્હી જવાનું થયું હતું. જેના કારણે હું ગયો હતો પરંતુ ત્યાં કોઇપણ પક્ષના નેતાઓ સાથે મળ્યો નથી. ત્યારે મારે રાજકારણમાં જવું કે નહીં તે અંગેનો નિર્ણય હું આગામી દિવસોમાં જાહેર કરીશ. આજે હું આ અંગે કશું જણાવીશ નહીં.

સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ - ગત વિધાનસભાની ચૂંટણીના આધારે સૌરાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો પર પાટીદાર મતદારોની વાત કરવામાં આવે તો, રાજકોટ દક્ષિણ બેઠક પર 46,100, રાજકોટ પશ્ચિમમાં 77,789, રાજકોટ પૂર્વમાં 55,969 મતદારો પાટીદાર સમાજના છે. જસદણ બેઠક પર 56,765, ગોંડલ 92,880 જ્યારે મોરબી બેઠક પર 60,2630, ટંકારા પર, 1,02,469, જામજોધપુરમાં 46,498, માણાવદર 69,337, જૂનાગઢ 62,000, વિસાવદરમાં 1,06,123, કેશોદમાં 57,647, ધારીમાં 58,195, અમરેલીમાં 75,871, લાઠી 46,240, સાવરકુંડલા 54,870, જેતપુરમાં 85,806, ધોરાજી 1,00,884, જામનગર ગ્રામ્ય 37,010 જેટલા મતદારો પાટીદાર સમાજના નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.