આ ઘટનામાં બન્ને રીક્ષા ચાલકો પ્રથમ જાહેર રસ્તા પર જ ઝઘડી પડ્યા હતાં. એવામાં સાજીદ નામના રીક્ષા ચાલકે રજાક નામના રીક્ષા ચાલક પર છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર બબાલ દરમિયાન અન્ય રીક્ષા ચાલકો ઘટના સ્થળે હાજર હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
રીક્ષા ચાલકની ખુલ્લેઆમ શહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા રસ્તા પર પણ ભયનો માહોલ છવાયો હતો. તેમજ રાહદારી નાસભાગ મચી હતી. હાલ, હત્યા મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.