રાજકોટઃ મુનિર બુખારીએ કોરોના યોદ્ધાઓને સલામી રૂપે વોલ પેઇન્ટ કર્યા છે. કોરોનાનું એપી સેન્ટર બનેલી માયા નગરી મુંબઈમાં પગ મુકવો પણ ભયાવહ લાગે, ત્યારે આર્ટિસ્ટ કોરોના યોદ્ધાઓને અનોખા અંદાજમાં સલામી આપી હતી.
કોરોનાથી સમગ્ર માનવજાત ભયભીત બનીને ઘરમાં બેસીને તેના ઉપાયો શોધી રહી છે. લોકડાઉનના 60 દિવસોમાં અનેક મુશ્કેલીઓ સામે આવીને નિ:સહાય બનાવી દીધા છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે પણ બાકાત રહી શક્યા નથી. સમગ્ર માનવજાતના અસ્તિત્વ સામે બાથ ભીડનારા આવા કપરા કાળમાં ડૉક્ટર, પોલીસ, સફાઈકામદાર, અન્ય કોરના યુદ્ધાઓને બિરદાવવા ગોંડલના ચિત્રકાર મુનિર બુખારીએ આ કોરોના યોદ્ધાઓને મુંબઇમાં માહિમ રેલવે સ્ટેશનમાં 28 પોટ્રેઇટ રંગોથી બનાવીને તેને વોલ પર ઢાળીને સપ્તરંગી સામ્રાજ્ય ખડું કર્યું છે.આવા કપરા સમયમાં મુનિર બુખારેને જ્યારે પેઈન્ટિંગ કરવાનું આમંત્રણ મળ્યું, ત્યારે મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસ વઘારે હોવાથી કામ કરવાની ઈચ્છા નહોતી પણ જ્યારે ખબર પડી કે, ત્યા કોરોનાના આપણા યોદ્ધાઓ જે આપણા માટે પરિવારથી દૂર રહીને ખડેપગે કામ કરે છે, તેમનાં પોટ્રેઇટ બનાવવાના છે તો કઈ પણ વિચાર્યા વગર આમંત્રણ મેં સ્વીકારી લીધુ અને ગોંડલનું ગૌરવ મુનિર બુખારીએ રાષ્ટ્રધર્મનું કામ કરીને કલાજગતને ઊજળું કર્યું છે.મુંબઈમાં ગોંડલનું (ગુજરાત) નામ રોશન કર્યું છે. સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના અને એશિયન પાઈન્ટ્સ અને મુંબઇ વેસ્ટર્ન રેલવેના સહયોગથી મુનિર બુખારીએ ઉમદા કામ કર્યુ છે.