રાજકોટ:
ગઈકાલે CBSC દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે. પાસ થયા છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલના પુત્ર એવા રુદ્રરાજ સિંહને પણ ધોરણ 12 માં સારા માર્કે પાસ થયા હતા. જેને લઈને રુદ્રરાજસિંહ આ ખુશખબરી પોતાના પરિવારજનોને સંભળાવી હતી. તે દરમિયાન તેમની માતા અચાનક આ ખબર સાંભળતા જ હરખમાં આવી ગયા હતા. તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જ્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે હરખમાં આવેલી માતાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યુંનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
માતા થઈ હતી ખુશ: શહેરના મવડી મેઈન રોડ ઉપર આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીક મારુતિ સોસાયટીમાં રહેતા કેબલના ધંધાર્થી એવા નરેન્દ્ર સિંહ ઝાલાના પુત્ર એવા રુદ્રરાજ સિંહને ગઈકાલે જાહેર થયેલ ધોરણ 12 માં સીબીએસસી બોર્ડમાં 58% આવતા તે પાસ થઈ ગયા હતા. ત્યારે તેને આ ખુશખબર પોતાના પરિવારજનોને સંભળાવી હતી. જે દરમિયાન તેમની માતા ખૂબ જ ખુશ થયા હતા અને હરખમાં આવી ગયા હતા. તેમજ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેને લઇને તેમને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. તબીબોનું માનવું છે કે વધારે પડતા હરખના કારણે તેમનું હૃદય બેસી ગયું હતું.
શુ કહ્યું PIએ: પુત્રના CBSE બોર્ડમાં પાસ થવાના સમાચાર સાંભળીને શીતલબા ઝાલા નામની મહિલાનું હાર્ટ બેસી ગયું હતું અને તેમનું મોત થયું હતું. ત્યારબાદ મૃતકનું પીએમ પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે રાજકોટ માલવિયા નગર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. જેને લઇને ETV BHARAT સાથે માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ એબી જાડેજાએ વાતચીત કરી હતી. તેઓએ આ વિશેષ માહિતી આપી હતી.
"મવડી વિસ્તારમાં મહિનાના મોતના સમાચાર સામે આવ્યા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું છે કે મહિલાનું નોર્મલ અટેકના કારણે મોત થયું છે. કાયદા અનુસાર પગલાં લઈને આગળની કામગીરી શરૂ કરી છે."-- એબી જાડેજા (માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ)
લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ: ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. એવામાં આજે ફરી રાજકોટમાં પુત્રના પાસ થવાની ખબર સાંભળીને માતા ખૂબ જ ખુશ થઈ હતી. જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને મૃત્યુ પાણી હતી. જે ઘટના સામે આવ્યા બાદ તે શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.