- રાજકોટમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળાના કેસમાં ઉછાળો
- આ વર્ષે ઋતુજન્ય રોગમાં 50 ટકા કેસમાં વધારો થયો
- મનપાની આરોગ્ય ટિમ દ્ઘરા ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું
રાજકોટઃ હાલ રાજ્યમાં નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી થઈ રહી છે. એવામાં સામાન્ય ચોમાસા દરમિયાન વધતા મચ્છર અને પાણી જન્ય રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગના કેસની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયામાં ડેન્ગ્યુના 20, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાનો 1 એક શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ જે વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધુ આવી રહ્યા છે, ત્યાં દવાનો છંટકાવ તેમજ વિસ્તારમાં ભરાયેલા દુષિત પાણીનો નિકાલ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહિ તે માટે સત્તત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.
પાણીજન્ય રોગચાળામાં ગત વર્ષ કરતા 50 ટકા જેટલા વધુ કેસો
શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 156 કેસ અત્યાર નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 42 અને ચિકનગુનિયાના 18 કેસો વર્ષ દરમિયાન જોવા મળ્યા છે. જ્યારે આ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગચાળામાં ગત વર્ષ કરતા 50 ટકા જેટલા વધુ કેસો આવતા હોવાનું સિવિલ સર્જન દ્વારા પણ જણાવામાં આવ્યું છે. એક તરફ કોરોના પણ સંપૂર્ણ રીતે ગયો નથી એવામાં ઋતુજન્ય રોગમાં વધારો થતાં આરોગ્ય તંત્રમાં પણ સત્તત દોડધામ મચી જવા પામી છે
મનપાની આરોગ્ય ટિમ દ્વારા સત્તત કામગીરી
રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધતા મનપાની આરોગ્ય ટિમ દ્વારા સત્તત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 7,654 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. 94,016 જેટલા ઘરની મુલાકાત લઈને અહીં પાણીના ટાકામાં વિવિધ દવાઓ નાખવામાં આવી.1,362 લોકોને મચ્છરોની ઉપદ્રવ બાબતે નોટિસ પાઠવામાં આવી છે. જ્યારે આ લોકો પાસેથી મનપા દ્વારા રૂ.1,36,150નો ચાર્જની પણ વસુલાત કરવામાં આવી છે. આમ કોર્પોરેશન દ્વારા મચ્છરોના ઉપદ્રવને લઈને રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં વિવિધ કામગીરી કરવામાં આવી હતી.
વાતાવરણમાં ફેરફારને કારણે આ પરિસ્થિતિ જોવા મળી
મચ્છરજન્ય રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વાતાવરણમાં ફેરફારને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઋતુજન્ય રોગમાં 50 ટકા કેસમાં વધારો થયો છે. જ્યારે ઋતુજન્ય કેસમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ છે. તેમજ જ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ તૈયાર છે. જ્યારે કેમ્પસમાં પણ કેસ વધ્યા છે, ત્યારે અહીં પણ તમામ જગ્યાએ ફોગિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો
આ પણ વાંચોઃ 11મી સદીમાં નિર્માણ પામેલી રાણી મીનળદેવીની વાવની સાફ-સફાઈ હાથ ધરાઈ