રાજકોટઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને એક મહિનો થયો છે. ત્યારે હવે મોરબી પડધરી ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસના પડધરી ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ. તેમણે રાજકોટમાં આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી.
આ પણ વાંચો Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપઃ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય દુલર્ભજી દેથરિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ઘણી માહિતી છૂપાવી હતી. તેમ જ ફોર્મમાં ઘણી ગંભીર ભૂલ હોવા છતાં ચૂંટણી પંચે આ ફોર્મને માન્ય રાખ્યું હતું. જ્યારે આ મામલાને લલિત કગથરાએ હાઇકોર્ટમાં પણ પડકાર્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવા આક્ષેપો થતાં ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
લલિત કગથરાએ HCમાં કરી અરજીઃ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, ટંકારા પડધરી ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયા ફોર્મ સોગંધનામામાં નિયમ અનુસાર કર્યું ન હોવાથી આ મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જ્યારે ચૂંટણી પંચના નિયમ અનુસાર, સોગંધનામામાં કોઈ પણ કોલમ લાગુ ન પડતી હોય તો ત્યાં નોટ એપ્લિકેબલ લખવાનું હોય ત્યાં લિટા ન કરી શકાય. ઉમેદવારી ફોર્મ સાથે જે સોગંદનામું કરવામાં આવ્યું તેમાં પણ માહિતીઓ છૂપાવવામાં આવી છે. આવકની વિગત પૂરતી નથી અને ઇન્કમટેક્સની પણ વિગત પૂરી નથી. તેમની પાસે વાહન હોવા છતાં વાહનની વિગતો છૂપાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot News : ઉપલેટા પંથકમાં દીપડાનો આતંક, ગઢાળા ગામે પશુનું કર્યું મારણ
રાજકીય દબાણોના કારણે ફોર્મ પાસ થયું: કગથરાઃ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનું સમય હતો. તે દરમિયાન પણ મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને રજૂઆત કરી હતી. ત્યારે દુર્લભજી દેથરીયાનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રાજકીય દબાણ ઉભાસ સ્વીકારી લીધું હતું. હવે હું આ મામલે હાઇકોર્ટમાં ગયો છું ત્યારે મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ટંકારા પરધરી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત કગથરા ચૂંટણી લડ્યા હતા અને તેવા ચૂંટણીમાં હાર્યા હતા.