ETV Bharat / state

સરકારી નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરનારા ભેજાબાજની મોડસ ઓપરેન્ડી - કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એનાલિસિસ કમિટી

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવાની લાલચે લાખો રૂપિયા ખંખેરી નાખ્યા હોવાનું કૌભાંડ રાજકોટના ધોરાજી તાલુકામાં સામે આવ્યું છે. જેમાં પોલીસ છેતરપિંડીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જાણો આ ભેજાબાજે કેવી રીતે ભોળા યુવાનોને ફસાવ્યા અને આરોપીની ટેકનીક...

Dhoraji Rajkot
Dhoraji Rajkot
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 6:08 PM IST

નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરનારા ભેજાબાજની મોડસ ઓપરેન્ડી

રાજકોટ : સરકારી નોકરીની લાલચે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના યુવાન સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશને નવનીત રામાણી અને નિકુંજ નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમ ઉમેરી રવિરાજ કુંડારિયા નામના યુવાનની ફરિયાદ પરથી આરોપી નવનીત રામાણીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ સચિવાલયમાં ઓળખાણ હોવાથી રૂપિયા 12 લાખમાં નોકરી અપાવવાનું કહી યુવક પાસેથી કટકે કટકે 10 લાખ પડાવી લીધા હતા અને ખોટા સહી-સિક્કા સાથે સરકારી નોકરી મળ્યાનો બોગસ લેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જીંજરી ગામે રહેતા રવિરાજ મનસુખભાઈ કુંડારીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરૂ છું અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એનાલિસિસ કમિટી નામના ગ્રાહક સુરક્ષા એનજીઓમાં પણ સેવા આપું છું. મેં MCA સુધી અભ્યાસ કર્યો છે. મારા ગામની નજીકમાં કલાણા ગામ આવેલ હોય ત્યાં અવારનવાર જતો હોય જેથી ગામના લાલાભાઈ પટેલ સાથે મારે મિત્રતા થઈ હતી. લાલાભાઈ કલાણા ગામમાં મેડિકલ ચલાવતા હોય હું તેના મેડિકલમાં અવાર નવાર બેસવા જતો હતો. ત્યારે કાનાભાઈના મિત્ર નવનીતભાઈ કાંતિભાઈ રામાણી સાથે મારે ઓળખાણ થઈ હતી અને અમારા બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

આજથી 4 વર્ષ પહેલાં હું તથા લાલાભાઈ કલાણા ગામે આવેલા મેડિકલમાં બેઠા હતા ત્યારે નવનીતભાઈ ત્યાં આવ્યા હતા. આ વખતે લાલાભાઈએ મને જણાવેલ કે, નવનીતભાઈને ગાંધીનગરમાં સારા કોન્ટેક છે, કોઈને સરકારી નોકરી લેવાની હોય તો અપાવી દે છે. જેથી મેં કહ્યું હતું કે, નોકરી મેળવવા માટે શું કંઈ આપવું પડે તો લાલાભાઈએ કહ્યું કે, તું નવનીતભાઈને જ પૂછી લે. જેથી મેં નવનીતભાઈને કહ્યું કે, મેં MCA સુધી અભ્યાસ કર્યો છે, મારે નોકરી મેળવવી છે તો તમે મારી નોકરી ગોઠવી આપો. જેથી નવનીતભાઈએ મને કહ્યું કે, હું બધા પાસેથી નોકરી અપાવવા પેટે રૂપિયા 12 લાખ લઉં છું પણ તું મારો મિત્ર છે, જેથી તારી પાસેથી 11 લાખ લઈશ અને તને નોકરી અપાવી દઈશ.

ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી 4 વાગ્યે હું તથા મારા માતા-પિતા અને મારી પત્ની અમે બધા અમારા ઘરે હતા. ત્યારે નવનીતભાઈ તથા તેમનો મિત્ર પાર્થભાઈ તે બંને બાઈક લઈને અમારા ઘરે આવ્યા અને કહ્યું કે, તમને બિન સચિવાલય ક્લાર્કમાં નોકરી અપાવીશ. જેના ટોકન પેટે રૂપિયા 1.50 લાખ આપવાના રહેશે અને બાકીના રૂપિયા 9.50 લાખ તમારો નોકરીનો ઓર્ડર આવે ત્યારે આપવાના રહેશે. પરીક્ષાના આગલા દિવસે મારો ફોન આવે એ રીતે ઓએમઆરની પાછળ પેન્સીલથી કોડ લખવાનો રહેશે તેમ જણાવતા તેની ઉપર વિશ્વાસ બેસતા અમે હા પાડી હતી. ત્યારબાદ મારા પિતા મનસુખભાઈ તથા મારા-પિતાના મિત્ર જગાભાઈ ડાંગરે રોકડા રૂપિયા 1.50 લાખ લઈને કલાણા ગામ ગયા અને લાલાભાઈના મેડિકલ ખાતે નવનીતભાઈને તે રૂપિયા આપ્યા હતા.

બે વખત બિન સચિવાલયની ભરતીની પરીક્ષા આવેલ અને આગલા દિવસે નવનીતભાઈ મને મારા વોટ્સઅપમાં કુલ 200 એમસીક્યુ મોકલ્યા હતા. જેમાંથી 100 પેન્સિલથી ટીક કરવાના છે અને બાકીના પેનથી ટીક કરવાના છે અને પેન્સિલથી ટીક કરશો તે ખોટા હશે તો તેમાં સુધારો કરીને સાચા એમસીક્યુ પેનથી ટીક કરી આપશે અને 100 પેનથી ટીક કર્યા હશે તે જેમના તેમ જ રહેશે. બાદમાં મેં બિન સચિવાલય ક્લાર્કની જૂનાગઢ ખાતે 3-2-2019 ના રોજ પરીક્ષા આપી હતી. જેમાં મેં નવનીતભાઈના જણાવ્યા મુજબ 100 એમસીક્યુ પેન્સિલથી અને 100 એમસીક્યુ પેનથી ટીક કર્યા હતા. આશરે દસેક દિવસ બાદ જે પરીક્ષા આપી હતી તે પરીક્ષા કેન્સલ થઈ હતી.

ત્યાર પછી ફરીથી બિન સચિવાલયની પરીક્ષા લેવાની તારીખ જાહેર થયેલ ત્યારે મને નવનીતભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે આ વખતે સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે આપણે પરીક્ષાના આગલા દિવસે કોડ આવશે જે કોડ ઓએમઆર સીટની પાછળ ડાબા ખૂણા ઉપર લખી નાખવાનો રહેશે અને થોડા દિવસ બાદ બિન સચિવાલયની પરીક્ષા આવેલ અને પરીક્ષાના આગળના દિવસે નવનીતનો ફોન આવેલ અને મને કહ્યું કે, T9 કોડ આવેલ છે જે કોડ ઓએમઆર સીટની પાછળ ડાબા ખૂણા ઉપર લખી નાખવાનો રહેશે. જે પરીક્ષા મેં જૂનાગઢ આલ્ફા સ્કૂલ મધુરમ ખાતે 13-2-2022 ના રોજ આપી હતી. નવનીતભાઈના કહેવા મુજબ મેં ડાબા ખૂણામાં T9 કોડ લખ્યો અને પરીક્ષા આપીને હું મારા ઘરે આવતો રહ્યો હતો.

મેં બિન સચિવાયલની જે પરીક્ષા આપી હતી તે પરીક્ષાનું ઓએમઆર સીટનું રિઝલ્ટ આવેલ જેમાં મારું નામ આવેલ નહીં. જેથી મેં નવનીતભાઈને ફોન કરીને જણાવેલ કે, મારું નામ રિઝલ્ટમાં આવેલ નથી તેમ કહેતા નવનીતભાઈએ મને જણાવેલ કે તમારું નામ રિઝલ્ટમાં નહીં આવે. તમારો સીધો હસમુખ પટેલ સાહેબના નામવાળો લેટર આવશે. બે મહિના પછી બિન સચિવાયલની ભરતી થયેલ તે ઉમેદવારોના ઓર્ડર બહાર પડી ગયાના બે મહિના પછી નવનીતભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે કાલે તમારો ઓર્ડર આવી જશે તમે બાકીના રૂપિયા લઈ આવી જજો, તેમ કહેતા બીજા દિવસે હું તથા મારા મિત્ર પ્રવીણભાઈ કાબા સાથે નવનીતભાઈના ઘરે ગયા અને રૂપિયા 6 લાખ તેમને તેમના ઘરે આપ્યા હતા. જેથી નવનીતભાઈએ બિન સચિવાલયનો મારા નામનો ઓર્ડર મને આપ્યો હતો.

બીજા દિવસે નવનીતભાઈએ મને બાકીના રૂપિયા અઢી લાખ જૂનાગઢ ઝાંઝરડા રોડ તેમની પરફેક્ટ સિક્યુરિટી સર્વિસ નામની ઓફીસે આપવા માટે બોલાવતા હતો. હું તથા મારા મામાનો દીકરો જીજ્ઞેશભાઈ લાડાણી બાકીના રૂપિયા લઈ તેની પરફેક્ટ સિક્યુરિટી સર્વિસ નામની ઓફિસે જઈને આપી આવ્યા હતા. આ વખતે નવનીતભાઈએ મને કહ્યું કે ઉપરથી ફોન આવે ત્યારે હું તમને આગળના દિવસે કહીશ ત્યારે ગાંધીનગર સચિવાલયમાં હાજર થવા જવાનું છે. જેના દસ-બાર દિવસ પછી નવનીતભાઈના કહ્યા મુજબ હું એકલો અમદાવાદ ગયો અને ઈસકોન ચોકડીએ નવનીતભાઈને મળ્યો અને ત્યાંથી નવનીતભાઈ મને તેમની કારમાં બેસાડી બોપલ ટીઆરપી મોલ, સૂર્યા ઈન હોટલમાં લઈ ગયા હતા. જ્યાં હું તથા મારી જેમ નવનીતભાઈએ નોકરીનું ગોઠવણ કરી આપનાર આશીષભાઈ બોખીરીયા, કોમલભાઈ બકોરી, દિશાબેન ચનીયારા અને શીતલબેન છુછર બધા ત્યાં હોટલમાં ત્રણ દિવસ સુધી રોકાયા હતા.

ચોથા દિવસે નવનીતભાઈ પાસે એક ભાઈ આવ્યા અને પોતાની ઓળખાણ નિકુંજભાઈ તરીકે આપી હતી. નવનીતભાઈ તથા નિકુંજભાઈ બંને બે ફોર વ્હીલમાં અમને બધાને ગાંધીનગર સેકટર-10 માં ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસમાં લઈ ગયા હતા. ત્યાં અમને બધાને ફોર વ્હીલમાં બેસાડી રાખ્યા અને અમારા બધાના ડોક્યુમેન્ટ લઈ નિકુંજભાઈ ગૌણસેવાની ઓફીસમાં ગયા અને 20 મિનિટ પછી પાછા આવી બધાને જણાવ્યું કે, તમારા બધાના ડોક્યુમેન્ટ સબમીટ કરાવી દીધા છે. બધાને હાજર કરવા બોલાવશે તેમ કહી બધાને ફરી સૂર્યા ઈન હોટલમાં લઈ ગયા, જ્યાં રાત્રે રોકાણ બાદ સવારે ફરીથી નવનીતભાઈ તથા નિકુંજભાઈ બે ફોર વ્હીલમાં ગાંધીનગર ગૌણસેવાની ઓફીસે લઈ ગયા. ત્યાં ફોર વ્હીલમાં જ બેસાડી અમારા બધાના હાજર થવા અંગેના રીપોર્ટ અમારી પાસે લખાવી તે રિપોર્ટ લઈ ફરીથી નિકુંજભાઈ ગૌણસેવાની ઓફીસમાં ગયા હતા. થોડીવારમાં પાછા આવી ફરીથી તે જ હોટલમાં અમને બધાને લઈ ગયા અને જણાવ્યું કે કાલે તમને હાજર રિપોર્ટની ઈન વર્ડ કોપી મળી જશે.

બીજા દિવસે નવનીતભાઈ તથા નિકુંજભાઈએ બધાને હાજર થવા અંગેના રિપોર્ટની ઇન્વર્ડ કરેલ કોપી આપીને કહ્યું કે, તમે બધા ઘરે જતા રહો તમને સચિવાયલમાંથી બોલાવે ત્યારે આવવાનું થશે. અમે બધા પોત પોતાના ઘરે જતા રહ્યા અને દસેક દિવસ પછી નવનીતભાઈએ મને ફોન કરી જણાવેલ કે આપણે સેકન્ડ ટેબલ ઓર્ડર લેવા જવાનું છે. જેથી બીજા દિવસે હું અગાઉ જે હોટલમાં રોકાયો હતો તે સૂર્યા ઇન હોટલ બોપલ ખાતે ગયો હતો. જ્યાં અગાઉ મારી સાથે હોટલમાં રોકાયેલા ચારેય લોકો આવ્યા હતા. જ્યાં અમે બધા નવનીતભાઈ તથા નિકુંજભાઈને મળ્યા અને આ વખતે ફરીથી અમે બધા હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતા. ચોથા દિવસે નિકુંજભાઈ એ કહ્યું કે, તમારા ટેબલ ઓર્ડર તમારા ઘરે પહોંચાડી દહીશુ, બધા તમારા ઘરે જતા રહો.

બે દિવસ પછી નવનીતભાઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે, તમારો ઓર્ડર મારા ઘરે આવી ગયો છે. મારા ઘરેથી તમારો ઓર્ડર મેળવી લેજો. જેથી બીજા દિવસે હું તથા મારા પત્નિ જીનલબેન કલાણા ગામમાં નવનીતભાઈના ઘરે ગયા અને ત્યાંથી મારો ઓર્ડર લઈ લીધો હતો. જેના થોડા દિવસ પછી નવનીતભાઈના કહ્યા મુજબ હું અમદાવાદ સૂર્યા ઈન હોટલમાં ગયો, ત્યાં મારી જેમ નોકરી મેળવવાનું નક્કી કરેલ આશિષભાઈ બોખીરીયા પણ આવ્યા હતા. ત્યાંથી નવનીતભાઈ અમને તેમની કારમાં બરોડા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ નિકુંજભાઈ ત્યાં નહીં આવતા બધા પાછા અમદાવાદ આવતા રહ્યા અને બીજા દિવસે નવનીતના જણાવ્યા મુજબ હું મારા ઓળખીતા રાજનભાઈની કાર લઇને બરોડા ગયો હતો.

બરોડા મને નિકુંજભાઈ મળ્યા અને તેઓએ મને ઓર્ડર આપી હાજર થવા માટેનો રિપોર્ટ લખાવ્યો હતો. એક અજાણ્યા ભાઈ ફાઈલ લઈને નિકુંજભાઈ પાસે આવ્યા જેમાં નિકુંજભાઈએ સહી કરવાનું કહ્યું હતું. મને શક પડતા મેં તે ફાઈલમાં રહેલ કાગળોમાં સહી કરવાની ના પાડી હતી. જેથી નિકુંજભાઈએ મને કહ્યું કે, આ બધુ સાચું જ છે. જેથી મેં તેમને કહ્યું કે કાલે આપણે સુપ્રિટેન્ડેન્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વડોદરા તથા હસમુખ પટેલ સાહેબના જે ઓર્ડર આપ્યા છે તે લઈને હાજર થઈશુ. જેથી નિકુંજભાઈએ મને કહ્યું કે, તમે કોઈને આ વાત કરતા નહી કે કોઈને આ ઓર્ડર બતાવતા નહી. તમારી પાસેથી નોકરી અપવવા માટે જે રૂપિયા અમે લીધા છે તે તમને પાછા મળી જશે. પરંતુ મારી પાસેથી નોકરી અપાવવાના બહાને મેળવી લીધેલ રૂપિયા 10 લાખની મેં અવારનવાર નવનીતભાઈ પાસે ઉઘરાણી કરતા છતાં તેમણે આપ્યા નથી. જે બાબતે મેં તપાસ કરવા અરજી આપેલ હતી.

4 વર્ષ પહેલા નવનીતભાઈ કાંતીભાઈ રામાણી તથા નિકુંજભાઈએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવી લેવા માટે રચેલ કાવતરા મુજબ મને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અને ભરોસો આપી મારી પાસેથી કલાણા ગામ તથા અન્ય જગ્યાએ રૂપિયા 10 લાખ મેળવી લીધા હતા. બાદમાં મને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો ફાળવણી પત્ર જેવો જ બનાવટી ફાળવણી પત્ર તથા નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો દફતરી આદેશ જેવો જ બનાવટી દફતરી આદેશ તથા સુપ્રિટેન્ડેન્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વડોદરા દ્વારા ઇસ્યુ કરવામાં આવતો દફતરી આદેશ જેવો જ બનાવટી દફતરી આદેશ આપ્યો હતો. તે તમામ સરકારી કચેરીના ઓર્ડરમાં જાતેથી કે અન્ય મારફતે ખોટી સહી કરી સરકારી નોકરી અંગેના ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા જણાવી અલગ અલગ સરકારી કચેરી ખાતે લઈ જઈ હાજર થવા અંગેનો રિપોર્ટ લખાવી આજ દિન સુધી સરકારી નોકરી નથી અપાવી. મારી પાસેથી નોકરી અપાવવાના બહાને રૂપિયા 10 લાખ પડાવી લીધા જેથી મેં ઉપરોક્ત બંને તથા તપાસમાં મળી આવે તમામ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી નવનીત રામાણી સાથે નિકુંજ ઉપરાંત અન્ય કોણ કોણ લોકોની સંડોવણી છે તેમજ નિમણુંક પત્રમાં સહી-સિક્કા કોના છે, તેમજ અન્ય કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી નોકરીની લાલચે આચરી છે તે દિશામાં પાટણવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  1. રાજકોટ જિલ્લામાં સરકારી નોકરીની લાલચ આપી 200થી વધુ યુવકો સાથે કરોડોની છેતરપીંડી
  2. રાજકોટ ન્યૂઝ: ડુપ્લીકેટ અલ્ટ્રાટેક સિમેન્ટ બનાવવાની ફેક્ટ્રી ઝડપાઈ, 33 બોરી નકલી સિમેન્ટ સહિતની સામગ્રી સાથે શખ્સની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.