રાજકોટ: માણસનો સ્વાભાવ નિયતિકૃત નિયમરહિતા જેવો ખરો. કારણ કે મનુષ્યમાત્રને કંઇ નવું ને નવું હોય, આશ્ચર્યજનક હોય તો જોવુંજાણવું ગમે છે. ભલેને તે રમકડાં જ કેમ ન હોય. રાજકોટના મૂકેશ આસોડિયાએ બનાવેલાં રમકડાંના વાહનો પાછાં વાસ્તવિકરુપે દોડે ચાલે પણ ખરાં. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર ત્રણ ધોરણ જ ભણ્યા છે. પરંતુ એન્જીનિયરિંગ ક્રાફ્ટમાં તેઓ એન્જીનિયરને પણ શરમ આવે તેવા અનોખા આધુનિક રમકડાંઓ બનાવી રહ્યા છે. મૂકેશ આસોડિયાએ બૂલેટ, ટ્રેન, બસ, સ્કૂટર સહિતના રમકડાંઓ બનાવ્યા છે. જેમાં એન્જિન પણ ફીટ કર્યું છે અને આ રમકડાઓ ચાલે પણ છે. હાલ આ પ્રકારના રમકડાની માંગ પણ મોટા શહેરોમાં વધી છે.
જન્માષ્ટમી માટે મોડેલ તૈયાર કર્યા : આ પ્રકારના રમકડાં સૌ પહેલાં ક્યારે બનાવ્યાં તે વિશે વાત કરતાં ઈટીવી સાથેની વાતચીતમાં રાજકોટના મિનિએચર આર્ટિસ્ટ મૂકેશ આસોડિયાએ જણાવ્યું હતું કે અમારી દુકાનમાં એક કારીગર કામ કરતો હતો. જેણેે મને આ વિચાર આપ્યો હતો અને કહ્યું હતું કે આપણે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો મહોત્સવ આવે છે તે દરમિયાન અલગ અલગ મિનિએચર મોડેલ રમકડાંના મોડેલ બનાવીને પ્રદર્શન માટે મૂકવાના છે. ત્યારથી આ કામગીરી અમે શરૂ કરી છે.
રમકડાઓ વર્કિંગ કન્ડિશનમાં : મૂકેશ આસોડિયાનાના આવા મિનિએટર વેહિકલના મોડેલ પણ અવનવા છે. જેમાં વિશિષ્ટમાં વાત કરીએ તો રોલ્સ રોયલ કાર, બુલેટ, ટ્રેન, સ્કૂટર સહિતના રમકડાંઓ છે. જેની હાલ બજારમાં પણ માગણી વધી છે. આ બધા રમકડાઓની ખાસ વાત એ છે કે આ બધા રમકડાઓ વર્કિંગ કન્ડિશનમાં છેે એટલે કે બુલેટ, કાર, ટ્રક, સ્કૂટર સહિતના વાહનો પેટ્રોલથી ચાલે છે.
આ પણ વાંચો ચીની રમકડાંનો આતંક, ગુજરાતનું પ્રખ્યાત ઈડર લાકડાના રમકડાનું બજાર મૃતપાય હાલતમાં
એક રમકડું બનાવતા દોઢ મહિનાનો સમય લાગે : જ્યારે મૂકેશ આસોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ એક વાહનનું મોડેલ મારે તૈયાર કરવું હોય તો ઓછામાં ઓછો એકથી દોઢ મહિનો તેની પાછળ સતત કામ કરવું પડે છે. આ પ્રકારના મિનિએચર રમકડાના મોડેલ તૈયાર કરવા માટે જે પણ નાના નાના સ્પેરપાર્ટ હોય છે તે હું જાતે તૈયાર કરું છું. આ પ્રકારના અલગ અલગ વાહનોના મોડેલ હું છેલ્લા નવ વર્ષથી બનાવું છું અને અત્યાર સુધીમાં 160 જેટલા આ પ્રકારના મોડેલ હું બનાવી ચૂક્યો છું.
આ પણ વાંચો લોકડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ
બાળકોને સૌથી વધુ ટ્રેન ગમે છે : આ અવનવા મિનિએચર મોડેલમાં હાલ બાળકોને સૌથી વધારે અલગ અલગ પ્રકારની ટ્રેન વધુ ગમે છે. જ્યારે હજુ સુધી મૂકેશ આસોડિયાએ આ રમકડાંઓ વેચતાં નથી એટલે ભાવ પણ નક્કી કર્યો નથી. જોકે તેમના આવા બોન્સાઈ વેહિકલ્સ વર્કિંગ હોવાથી લોકો તેની ખરીદી માટે પૂછપરછ કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે મૂકેશભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. જ્યારે તેમને બનાવેલા વાહનોની આબેહૂબ મોડેલ હાલ લોકો પણ પસંદ કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં આની માંગ વધી રહી છે.