ગુજરાતમાં 23 એપ્રિલના રોજ શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈને રવિવારે વહીવટી તંત્ર દ્વારા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ અંદાજિત 50 કરોડ રૂપિયાના સરકારી પ્લોટ પરથી દબાણ દુર કરવામાં આવ્યું હતું.
![સ્પોટ ફોટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190428-wa00081556443613951-49_2804email_1556443624_100.jpg)
![સ્પોટ ફોટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190428-wa00041556443613952-4_2804email_1556443624_118.jpg)
વહેલી સવારે હાથ ધરાયેલા મેગા ડિમોલિશનમાં મહાનગરપાલિકા તંત્ર, વિજિલન્સ સ્ટાફ અને પોલીસ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમયથી આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા રવિવારે પ્લોટને સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
![સ્પોટ ફોટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190428-wa00031556443613953-60_2804email_1556443624_999.jpg)