આ બેઠકમાં વર્ષ 2020માં બાંધકામનું ખાતમુહુર્ત થયાં બાદ બે વર્ષ સુધીમાં AIIMSનું મોટાભાગનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ 2022માં એઇમ્સનું લોકાર્પણ કરવાની આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં રૂડા-PWD અને એઇમ્સના અધિકારીઓની મિટિંગ મળી હતી. જેમાં જામનગર રોડના પરા પીપળીયાથી ગવરીદડ અને માલીયાસણ સુધી 90 મીટરનો 14Km લાંબો રાજયનો પ્રથમ કહી શકાય તેવો 8 લેન રોડ મંજૂર કરાયો હતો.
આ કામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ કરી કરવામાં આવી હતી. તે માટે ગવરીદડથી માલીયાસણ સુધી જમીનનું ડીર્માકેશન કરી-જમીન સંપાદન પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ દોઢ વર્ષમાં રસ્તો બનાવી તેને અમદાવાદ હાઇ-વે સીકસલેન સાથે જોડવાનું પણ નક્કી કરાયું હતું. આમ, ગાંધીનગરમાં યોજાયેલી રૂડા-PWD અને AIIMS અધિકારીઓની બેઠકમાં તેના બાંધકામ અંગેની જાણકારી આપવામાં આવી હતી.