રાજકોટઃ આ અનોખા લગ્નમાં ન તો ઢોલ વાગ્યા કે ન તો શરણાઈ વાગી, સાથે જ લગ્નમાં જે કન્યાદાનની વિધી કરવામાં આવતી હોય છે તે વિધી અને સપ્તપદીના સાત વચનની વિધી પણ મોકુફ રાખવામાં આવી હતી.
![કોરોના ઇફેક્ટ: રાજકોટમાં યુગલે ફેરા ફર્યા વગર કર્યા લગ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-marriage-function-av-7202740_29052020194437_2905f_1590761677_131.jpg)
માત્ર પરિવારના વડીલોના આર્શીવાદ લઈને આ યુગલે એકબીજાને હાર પહેરાવવા જેવી રસમ નિભાવીને પોતાના લગ્ન સંપન્ન કર્યા હતાં. આ અંગે પરિવારે જણાવ્યું હતું કે, લગ્નની તારીખ 23 મે ના રોજ નક્કી કરવામાં આવી હતી અને બન્ને પરિવાર દ્વારા લગ્નની તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી.
![કોરોના ઇફેક્ટ: રાજકોટમાં યુગલે ફેરા ફર્યા વગર કર્યા લગ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-marriage-function-av-7202740_29052020194437_2905f_1590761677_718.jpg)
જ્યારે હોલનું બુકિંગ, જમણવાર, મંડપ અને સાઉન્ડ સિસ્ટમ માટે પણ એડવાન્સમાં ચુકવણું કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે આ તમામ વસ્તુઓ શક્ય નહોતી. જેને લઈને માત્ર નજીકના જ મહેમાનોની સાથે રાખીને આ લગ્ન યોજવામાં આવ્યા હતાં.
![કોરોના ઇફેક્ટ: રાજકોટમાં યુગલે ફેરા ફર્યા વગર કર્યા લગ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-marriage-function-av-7202740_29052020194437_2905f_1590761677_1016.jpg)
![કોરોના ઇફેક્ટ: રાજકોટમાં યુગલે ફેરા ફર્યા વગર કર્યા લગ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-marriage-function-av-7202740_29052020194437_2905f_1590761677_307.jpg)