રાજકોટઃ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે 56 દિવસના લોકડાઉન બાદ ચોથા તબ્બકાના પ્રારંભ થયેલા લોકડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે પાન, બીડી, ફરસાણ સહિતની ખાણીપીણીની ચોકકસ નિયમો સાથે દુકાનો ખોલવાની સરકાર દ્વારા મંજૂરી આપતા ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ચોથા તબ્બકાના લોકડાઉનમાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ બાદ વેપાર અને ધંધારોજગાર ફરી ધબકતા થયા છે. તો, ગોંડલમાં પ્રથમ દિવસે જ પાન બીડી, ફરસાણ સહિતની દુકાનો ખુલ્લી ગઇ હતી. જેમાં 56 દિવસથી બંધ પડેલી દુકાનોમાં પાનબીડી, ફરસાણ, ચાની હોટલો સહિતના દુકાનદારો અને ધંધાદારીઓએ પોતાની દુકાનો ખોલીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.