ETV Bharat / state

ગોંડલ: IPL પર સટ્ટો રમતો એક શખ્સ રૂપિયા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો - સટ્ટો

રાજકોટ જિલ્લાના ગોંડસમાં જાનકી ચેમ્બર્સમાં આઈપીએલ ક્રિકેટની ફાઈનલ મેચ પર સટ્ટો રમાતો હોવાના માહિતી બાદ પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી રૂ. 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્શની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ સિઝનમાં ગોંડલ શહેરમાંથી અનેક વખત ક્રિકેટ પર સટ્ટો રમવાના કિસ્સા સામે આવ્યા છે.

રાજકોટમાં IPLની ફાઈનલ મેચ પર સટ્ટો રમતો આરોપી 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

author img

By

Published : Nov 11, 2020, 6:41 PM IST

  • જેલચોક વિસ્તારમાંથી IPLનો સટ્ટો રમતા એક શખ્સને પકડી પાડ્યો, 1 ફરાર
  • પોલીસને મોબાઈલ, ટીપી લિન્ક, સેટ અપ બોક્સ, ટિવી સહિતનો મુદ્દામાલ મળ્યો
  • પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ગોંડલઃ ગોંડલ જેલ ચોક જાનકી ચેમ્બરમાં આવેલા ખોડીયાર કૃપા એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમાડતા સુજિત અશોકભાઈ સેજપાલ (રહે. અક્ષરધામ સોસાયટી), પ્રદ્યુમનસિંહ પદુભા ડોડિયા (રહે. સૈનિક સોસાયટી)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી પાસેથી મોબાઈલ, ટીપી લિન્ક, રાઉટર, સેટ અપ બોક્સ, ટીવી તેમ જ પ્લાસ્ટિકના ઝબલામાં રાખેલા રૂ. 5,82,500 મળી કુલ રૂ. 69,500નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.