ETV Bharat / state

MahaShivratri 2023: ભક્તિની ઘેલછા વળગી, જાપાનીઝ દંપતી મહાશિવરાત્રી ઉજવવા માટે આવે છે દર વર્ષે રાજકોટ

જાપાનીઝ દંપતી મહાશિવરાત્રી ઉજવવા માટે આવે છે દર વર્ષે રાજકોટ. વર્ષ 2016થી શિવરાત્રી અહીં રાજકોટના આર્યવિદ્યા મંદિર ખાતે વૈદિક રીતે ઉજવે છે. તેમજ અહીંયા મંદિર ખાતેના આશ્રમમાં જ રહે છે અને આશ્રમના નીતિ નિયમ પણ પાળે છે.

જાપાનીઝ દંપતી મહાશિવરાત્રી ઉજવવા માટે આવે છે દર વર્ષે રાજકોટ

author img

By

Published : Feb 11, 2023, 1:07 PM IST

Updated : Feb 11, 2023, 4:16 PM IST

જાપાનીઝ દંપતી મહાશિવરાત્રી ઉજવવા માટે આવે છે દર વર્ષે રાજકોટ

રાજકોટઃ આગામી દિવસોમાં શિવરાત્રીની ઉજવણી થવાની છે. એવામાં દેશભરમાં શિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં પણ અલગ અલગ ધાર્મિક સ્થળોએ શિવરાત્રીને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં શિવરાત્રી ઉજવવા માટે દર વર્ષે જાપાનીઝ કપલ આવે છે. અહીં શહેરના મુંજકા વિસ્તારમાં આવેલા આર્યવિદ્યા મંદિર ખાતે શિવરાત્રીની વિશેષ પૂજા અર્ચના કરે છે.

વર્ષ 2016થી આવે છે રાજકોટમાં: તોશ અને સાઓડી નામનું જાપાનીઝ કપલ વર્ષ 2016થી રાજકોટના મુંજકા ગામ ખાતે આવેલ આર્યવિદ્યા મંદિરે આવે છે. શિવરાત્રીની ભવ્ય પૂજામાં વિષેશ ઉપસ્થિત રહી છે. આ અંગે તોશે જણાવ્યું હતું કે અમે અહીં વૈદાંતાનો અભ્યાસ કરવા માટે આવ્યા છીએ. અમે વર્ષ 2016થી અહીં આવીએ છીએ. અહીંના સંત પરમાત્માનંદને અનુસરીએ છીએ. જ્યારે અમે અહીંયા વૈદિક મંત્રોચ્ચાર કરીએ છીએ. તેને સમજીએ છીએ અને જીવનમાં તેને અપનાવીએ છીએ. આ સાથે જ રાજકોટ એ અમારું બીજું ઘર છે. તેમજ અમને આ આશ્રમ ખૂબ જ ગમે છે. જેના કારણે અમે અહીંયા આવીએ છીએ.

આ પણ વાંચો MahaShivratri 2023: તમામ મનોકામના પૂર્ણ કરશે પાર્થેશ્વર શિવલીંગ, જાણો પૂજા-અભિષેક વિશે

પરમાત્માનંદજીના સંપર્કમાં: આ જાપાનીઝ દંપતી વર્ષ 2014માં ઋષિકેશ ખાતે ગયા હતા. જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી મારફતે તેમના શિષ્ય એવા રાજકોટ સ્થિત પરમાત્માનંદજીના સંપર્કમાં આવ્યા હતા. આ દંપતી વર્ષ 2016થી શિવરાત્રી અહીં રાજકોટના આર્યવિદ્યા મંદિર ખાતે વૈદિક રીતે ઉજવે છે. તેમજ અહીંયા મંદિર ખાતેના આશ્રમમાં જ રહે છે અને આશ્રમના નીતિ નિયમ પણ પાળે છે.

આ પણ વાંચો Hanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર

જીવનમાં અનુસરવા: અમે અહીંયા વૈદિક પદ્ધતિ વડે શિવરાત્રીની ઉજવણી કરીએ છીએ અને પુણ્ય મેળવીએ છીએ. તેમજ મંદિરમાં સેવા કરીએ છીએ. જ્યારે રાજકોટના લોકો ખૂબ જ દયાળુ છે. આ આશ્રમમાં અમને આવીને શાંતિ મળે છે અમને અહીંની રહેણીકરણી પણ ગમે છે અને અમે તેને જીવનમાં ઓન અપનાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે રાજકોટના મુંજકા સ્થિત આર્યવિદ્યા મંદિર ખાતે જાપાન, યુએસ, બ્રાઇઝ સહિતના દેશોના નાગરિકો વૈદાંતાનો અભ્યાસ કરવા તેને સમજવા અને તેને જીવનમાં અનુસરવા માટે આવે છે-- તોશની પત્ની (જાપાનીઝ નાગરિક)

Last Updated : Feb 11, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.