રાજકોટ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ગોંડલ રાજ્યના તમામ પ્રજાજનોના દિલમાં વસી રહ્યા છે અને હાલના સમયે પણ એ જ લાગણીથી વર્તમાન મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ સાથે પણ પ્રજાજન જોડાયેલા છે. પ્રતિવર્ષ ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી અને ઉપલેટા પંથકના બહોળી સંખ્યામાં પ્રજાજન હજુર પેલેસે પહોંચી મહારાજા સાહેબને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આી છે. રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરા દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તકે સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરાએ વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ આપવાની સુવિધા રાખવામાં આવી છે.