રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઘણીબધી છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઈને ઈટીવી ભારત દ્વારા રાજકોટવાસીઓના પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જેમાં ટેલિફોનીક માહિતીમાં જણાવમાં મળ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકડાઉનના કારણે ઉદ્યોગ રોજગાર બંધ હતા અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતાં. જેમાં હવેથી રાહત થશે. જ્યારે નાની નાની દુકાનો પણ હવેથી ખુલશે એટલે શહેરીજનોને જરુરી વસ્તુઓ પણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાંજ ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. બાકી તમામ વિસ્તારમાં આ છૂટ આપવામાં આવશે.