ETV Bharat / state

Rajkot Rain: શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટમાં ધીમીધારે વરસાદ - Light rain in Rajkot on first Monday of Shravan

હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિતના રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. એવામાં સોમવારે વહેલી સવારથી રાજકોટના વિવિધ વિસ્તારમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટમાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ હતું અને ત્યારબાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો.

light-rain-in-rajkot-on-first-monday-of-shravan-month

author img

By

Published : Aug 22, 2023, 8:24 AM IST

રાજકોટ: સોમવારે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. એવામાં સવારના 9 વાગ્યા બાદ રાજકોટના વિવિધ વિસ્તારો જેવા કે, રેસકોર્સ, બહુમાળી ચોક, મવડી, વાવડી, માધાપર વિસ્તાર અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે હાલમાં શ્રાવણ મહિનો શરૂ છે. એવામાં શ્રાવણ મહિનાના સોમવારે વરસાદ આવતા ભકતોમાં પણ અનેરો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં ધીમીધારે વરસાદ

વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી: રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદ આવ્યા શહેરના વાતાવરણ પણ ઠંડક પ્રસરી હતી. છેલ્લા 20 દિવસ કરતા વધુ સમયથી રાજકોટમાં હવામાન ખુલ્લું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી આગાહી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જોકે હજુ પણ રાજકોટમાં વરસાદ આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ: બીજી તરફ વરસાદી વાતાવરણને કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં લાંબા સમય બાદ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અચાનક વરસાદ આવ્યો હતો જેને લઇને ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

જામનગરમાં પણ વરસાદ: ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ આજે સવારે હવામાનમાં પલ્ટો આવ્યા પછી વરસાદી ઝાપટાં વરસી ગયા હતાં. જોકે જિલ્લાના અન્ય તાલુકાઓમાં માત્ર વરસાદી માહોલ બંધાયેલો છે. પરંતુ ક્યાંય છૂટાછવાયા છાંટા પણ પડ્યા નથી.

  1. Gujarat Monsoon 2023 : હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે આવતીકાલે વરસાદ
  2. Himachal Pradesh Disaster Updates: શિમલાના ભૂસ્ખલનમાં દટાયેલા શિવ મંદિર કાટમાળમાંથી 17 મૃતદેહો શોધી કઢાયા
  3. Gujarat Monsoon Update : હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.