ETV Bharat / state

રાજકોટઃ લિફ્ટમાં વિજકરંટ લાગતા બે લોકોના મોત - lift current in two death

રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલા કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આવેલ લિફ્ટમાં બે લોકોના વિજકરંટ લાગવાના કારણે મોત નિપજયા છે.

રાજકોટમાં લિફ્ટમાં વિજકરંટ લાગતા બે લોકોના મોત

author img

By

Published : May 5, 2020, 3:51 PM IST

રાજકોટ: શહેરના કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહેતા મનીષાબેન કિરણભાઈ આશરા નામના મહિલા દૂધ લેવા માટે પોતાના ફ્લેટમાંથી લિફ્ટ મારફતે નીચે ઉતરતા હતા તે સમયે અચાનક લિફ્ટમાં જ વિજકરંટ લાગતા તેમને જોરથી બૂમ પાડી હતી. જેને લઈને તેમની નીચેના ફ્લેટમાં રહેતા જીગ્નેશભાઈ જશવંતભાઈ ઢોલ લિફ્ટ નજીક દોડી આવ્યા હતા, તે સમયે તેમને પણ લિફ્ટ અડતા વિજકરંટ લાગ્યો હતો.

જો કે બન્ને લોકોને એપોઇન્ટમેન્ટના સભ્યો અને પરિજનો તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ બન્ને લોકોના એક બાદ એક સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

આ ઘટનાનો લઈને પરિજનો અને એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં દુઃખની લાગણી પ્રસરી હતી. બીજી તરફ આ અંગે પોલીસને જાણ થતાં તેમની ટિમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને લિફ્ટમાં વિજકરંટ કેવી રીતે ચાલુ રહી ગયો તે દિશામાં તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.