રાજકોટ: ઉપલેટા શહેરમાં બે યુવકોને તેમના ઉછીના આપેલા રૂપિયા 2400ની ઉઘરાણી માટે મૃતકે જેમ ફાવે એમ બોલતા તેની હત્યા કરી નાખી હતી. આ મામલે આજે ધોરાજી સેશન્સ કોર્ટ ચુકાદો આપતાં બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
![ધોરાજી સેશન્સ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/gj-rjt-rural-upleta-dhoraji-sessions-court-has-sentenced-the-two-accused-who-killed-a-youth-in-upleta-to-life-imprisonment-for-the-crime-of-extorting-rs-2400-gj10077_29102023152752_2910f_1698573472_493.jpg)
2400ની ઉઘરાણીમાં યુવકની હત્યા: 30 ઓક્ટોબર 2021ના રોજ મૃતક યુવક પોતાના ઘરે હતો ત્યારે રોહિત મકવાણા અને દયાલસિંગ કેવલસિંહ અગાઉ ઉછીના આપેલા રૂપિયા 2400ની ઉઘરાણી માટે તેમના ઘરે ઉપલેટા મુકામે આવ્યા હતા. ત્યારબાદ સિકંદરે જેમ ફાવે તેમ ગાળો આપી માર મારીને આરોપીને પકડી રાખતાં આરોપી રોહિત મકવાણાએ છરી કાઢી અને સિકંદરને મારી દીધી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત સિકંદરને પ્રાથમિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી પ્રથમ ઉપલેટા કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચલાવવા માટે ધોરાજીમાં દાખલ થયો હતો.
![મૃતક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/gj-rjt-rural-upleta-dhoraji-sessions-court-has-sentenced-the-two-accused-who-killed-a-youth-in-upleta-to-life-imprisonment-for-the-crime-of-extorting-rs-2400-gj10077_29102023152752_2910f_1698573472_307.jpg)
ધોરાજી સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, ડાઈન ડેકલેરેશન માનવું જોઈએ કારણકે આ સ્ટેટમેન્ટ મરણ જનારે પોતે ડોક્ટરને રૂબરૂ કરેલું છે અને ડોક્ટરે પોતાની જુબાનીમાં આ હકીકતને સમર્થન આપેલ છે. ડોક્ટર સરકારી હોસ્પિટલના કર્મચારી છે તેમને કોઈના પ્રત્યે રાગદ્વેષ હોઈ શકે નહીં કે ખોટું કરવા કે કહેવાથી તેમને કશું ફાયદો ન હોય અને ડોક્ટર નિસર્ગ જમનાદાસ પટેલની જુબાનીને સૌથી વધુ મહત્વ સરકાર પક્ષે આપવામાં આવેલું.
ફોરેન્સિક સાયન્સ, લેબોરેટરીના અહેવાલ પ્રમાણે રોહિત દીપક મકવાણાના પેન્ટ ઉપર મરણ જનારના જૂથનું ઓ બ્લડ ગ્રુપનું લોહી મળેલું છે આવા સંજોગોમાં આરોપીને દોષી ઠરાવવા જોઈએ તેવું જણાવ્યું હતું. આ બનાવમાં બચાવ પક્ષે અલ્ટરનેટ ઇન્જરીની થીયરી સાથે દલીલ કરવામાં આવેલી હતી. જ્યારે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી કે મરણ જનારની પોતાની માતાએ રૂબરૂ બનાવની હકીકત જણાવી હતી તેને મરણમુખ નિવેદન માનવું જોઈએ અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાનીથી સ્પષ્ટ છે કે ઈજા જે થયેલી હતી તે પેટમાં છરીના ઘા ભોકાવાના કારણે થયેલી હતી. આરોપી પક્ષે દરવાજાના ઉલાળીયાની ઇજા હોવાની અલ્ટરનેટ ઇન્જરી લીધેલી હતી પરંતુ તે મુદ્દો નામદાર અદાલતે ગ્રાહ્ય રાખેલો નહીં અને ગુલામ શરબત વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ અને પુરાવાનું મૂલ્યાંકન કરેલું હતું.
![ધોરાજી સેશન્સ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/gj-rjt-rural-upleta-dhoraji-sessions-court-has-sentenced-the-two-accused-who-killed-a-youth-in-upleta-to-life-imprisonment-for-the-crime-of-extorting-rs-2400-gj10077_29102023152752_2910f_1698573472_726.jpg)
આ સમગ્ર દલીલોને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બનાવને અંજામ આપનાર આરોપીઓને દોષી ઠરાવી અને આજીવન કેદ તથા રૂપિયા 5000 દંડની સજા ફટકારી હતી.