રાજકોટ : જિલ્લાના જેતપુર તાલુકામાં પોલીસે બાતમીના આધારે પેઢલા ગામમાં દરોડા પાડતા જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓની ધરપકડ કરી હતી.
જુગારીઓ જયદીપભાઈ અનીલભાઈ મકવાણા, મહેશ ઉર્ફ દુડી રામજીભાઈ મકવાણા, ભાવેશ ઉર્ફે ભયકો રવજીભાઈ મકવાણા, અજયભાઈ વીનુભાઈ મૂળીયા, વિક્રમભાઈ ચનાભાઈ કંડોરીયા, શૈલેષ ઉર્ફ શીલકો ગોકળભાઈ કંડોરીયા, પીયુષભાઈ જગદીશભાઈ રાઠોડની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂ. 22,490નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હાથ ધરવામાં આવી છે.