ETV Bharat / state

દેવકીગાલોળ ગામના ખેતરમાં લાગી આગ, ખેડૂતનું મોત - goverment hospital

જેતપુરના દેવકી ગાલોળ ગામમાં ઘઉંના ખેતરમાં અચાનક આગ લાગી હતી. ગામના રહેવાસી ધીરુભાઇ સતાસીયાનું આગને ઓલવવા જતા મોત નિપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે ધીરુભાઇ સતાસીયાનાં બે પુત્ર અમદાવાદમાં રહે છે અને તેઓ જેતપુરમાં ખેતી કરે છે.

જેતપુર: દેવકીગાલોળ ગામના ખેતરમાં લાગેલી આગની ઝપટે આવતા ખેડૂતનું કરુણ મોત

author img

By

Published : Mar 27, 2021, 5:18 PM IST

  • ધીરુભાઈ સતાસીયા નામના ખેડૂતનું થયું મોત
  • ખેતરમાં ઉભેલો સંપૂર્ણ પાક બળીને થયો ખાખ
  • ધીરુભાઇના બે પુત્ર અમદાવાદ રહે છે

રાજકોટઃ જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂતનું આગની ઝપટે આવી જતા મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, ખેતરમાં ઘઉંના તૈયાર પાકમાં લાગેલી આગને ઓલવવા જતા વૃદ્ધનું મોત થયું હતું.

ધીરુભાઇ જેતપુરમાં જ રહીને ખેતીકામ કરે

દેવકી ગાલોળ ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ ધીરુભાઈ સતાસીયા ખેડૂતનું પોતાના ખેતરના ઘઉંના પાકમાં લાગેલી આગથી મોત નીપજ્યું હતું. આ અંગે ગામના ઉપસરપંચ બ્રિજેશભાઈના જણાવ્યા મુજબ ધીરુભાઇને બે પુત્ર છે, બન્ને અમદાવાદ રહે છે. જ્યારે ધીરુભાઇ જેતપુર રહી ખેતીકામ કરે છે.

જેતપુર: દેવકીગાલોળ ગામના ખેતરમાં લાગેલી આગની ઝપટે આવતા ખેડૂતનું કરુણ મોત
જેતપુર: દેવકીગાલોળ ગામના ખેતરમાં લાગેલી આગની ઝપટે આવતા ખેડૂતનું કરુણ મોત
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

આગળની તપાસ જેતપુર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

27 માર્ચે સવારે સાડા નવ કલાકની આસપાસ ગામના કેટલાક મજૂરોએ બ્રિજેશભાઈને આવીને જણાવ્યું હતું કે, ધીરુભાઇના ખેતરમાં આગ લાગી છે. જેથી તેઓ કેટલાક ગામ લોકો સાથે ખેતરે જઈને જોતા વાઢેલા ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા સળગેલી હાલતમાં પડ્યા હતા અને બાકીનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો, અને આ સળગી ગયેલા પાકની વચ્ચે ધીરુભાઇનો મૃતદેહ હતો, જેથી તરત જ પોલીસને જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. હાલ જેતપુર તાલુકા પોલીસ દ્વારા વધુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પૂણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.