- જલારામ ધામમાં 200 વર્ષથી સદાવ્રત ચાલુ
- વીરપુર અન્નક્ષેત્ર 239 દિવસથી હતુ બંધ
- સામાજિક અંતર જળવાય તેમ દર્શન અને ભોજનની વ્યવસ્થા
રાજકોટ: "દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ"ને જીવનમંત્ર બનાવનારા સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુર મંદિર ગુજરાત રાજ્યમાં 21 માર્ચે લોકડાઉન જાહેરકર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અન્નક્ષેત્ર પણ બંધ કરવામાં આવ્યુ હતું. હવે જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ નવા વર્ષના બીજા દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે.
સામજિક અંતર સાથે દર્શન અને ભોજનની વ્યવસ્થા
આમ તો મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે બાપાના દર્શન ખુલ્લા મુક્યાં ત્યારથી જ સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવાર નિમિતે દર્શનાર્થીઓની ભીડને ધ્યાને રાખી દર્શન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જલારામધામના દર્શન માટે અન્નક્ષેત્ર ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો" એટલે કે જ્યાં ભૂખ્યાને ભોજન કરાવાય ત્યાં સદા ભગવાનનો વાસ હોય છે.