ETV Bharat / state

રાજકોટમાં ISI સાથે સંકળાયેલા શખ્સ જોવા મળ્યો, હરિયાણાના ATSએ કરી હતી ધરપકડ - Mukbadhir in Rajkot

રાજકોટમાં ISI સાથે સંકળાયેલા એક શખ્સ(ISI Person in Rajkot) જોવા મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. આ શખ્સને વર્ષ 2016માં હરિયાણા ATS દ્વારા શંકાના આધારે ધરપકડ કરી હતી. જે 4 વર્ષ બાદ તે જેલમાંથી છુટતા તે ફરી રાજકોટમાં જોવા મળ્યો છે.

રાજકોટમાં ISI સાથે સંકળાયેલા શખ્સ જોવા મળ્યો, હરિયાણાના ATSસે કરી હતી ધરપકડ

author img

By

Published : Feb 5, 2022, 9:41 AM IST

Updated : Feb 5, 2022, 2:56 PM IST

રાજકોટ: વર્ષ 2016માં હરિયાણા ATS દ્વારા શંકાના આધારે (ISI Person in Rajkot) પાકિસ્તાની સંસ્થા ISI સાથે સંકળાયેલા એક મુકબધીરની ધરપકડ કરવામાં આવી હતી. આ મુકબધીર શખ્સ રાજકોટ ખાતે રહેતો હોવાની જાણ હરિયાણા ATSને થતા તેને લઈને હરિયાણા પોલીસ રાજકોટ (Haryana ATS Team Rajkot) ખાતે આવી હતી. તપાસ બાદ આ શખ્સ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે 4 વર્ષ બાદ તે જેલમાંથી છુટતા તે ફરી રાજકોટમાં જોવા મળતા રાજકોટ (Terrorism was Seen in Rajkot) પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

મુકબધીર ભિક્ષાવૃત્તિ કરતો હતો

મુકબધીરનું સાચું નામ હજુ સામે આવ્યું નથી. જ્યારે તેની હરિયાણા ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેનું નામ અસલમ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જ્યારે હાલમાં તે રાજકોટમાં તેસલીમ નામે રહેતો હતો. જ્યારે આ સમગ્ર બાબત રાજકોટ પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા તેને પોલીસ મથકે લઈને જવામાં આવ્યો છે. હાલ આ મુકબધીર શખ્સની રાજકોટ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. રાજકોટમાં આ પ્રકારનું ISI કનેક્શનની (Person with a Pakistani Organization in Rajkot) વાત સામે આવતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ આશરે 2,500 કરોડનું ડ્રગ્સ ISIના ઈશારે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતો શાહીદ ઝડપાયો

અગાઉ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી

વર્ષ 2016માં જ્યારે હરિયાણા ATS દ્વારા અસલમની અંબાલા આર્મી કેમ્પ પાસેથી જાસૂસી કરતા દરમિયાન ધરપકડ કરી હતી. ત્યારબાદ ATS દ્વારા તેની પાસેથી દૂરબીન તેમજ નકશા સહિતની શંકાસ્પદ વસ્તુઓ પણ કબજે કરી હતી. ત્યારે આ મૂકબધીર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતો હોવાનો દાવો હરિયાણા ATS દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં અસલમ ફરી રાજકોટમાં તસલીમ બનીને રેલવે સ્ટેશન ઇ આસપાસ ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

Last Updated : Feb 5, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.