જિલ્લા ભાજપના જસદણના નેતાઓનો પ્રમુખ પદ લઈને આંતરીક ડખ્ખો બહાર આવ્યો છે. જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાના નામે એક મેસેજ વાઈરલ થયો છે. જેમાં જસદણ ભાજપના દિગ્ગજ નેતા ભરત બોઘરાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કેવી રીતે બનાવી શકાય અને મેસેજમાં તેમના પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
વાઈરલ મેસેજમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે, જસદણની પેટા ચૂંટણીમાં ભરત બોઘરાએ હાલના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને હરાવવા પાર્ટી વિરુદ્ધનું કાર્ય કર્યું છે. આ સાથે જ તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. જેને લઈને હાલ રાજકોટ જિલ્લા ભાજપમાં બે નેતાઓનો ડખ્ખો ચરમસીમાએ આવી પહોંચ્યો છે.