સુરતમાં બનેલી આગની દુર્ઘટનામાં માસુમ વિધાર્થીઓના મૃત્યું થતાં સરકારની ઘોર બેદરકારી તથા ઉંધતું તંત્ર સાબીત થયું હતું. તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં મહાનગર પાલીકા તંત્ર એકશનમાં આવી દંડ ફટકારવાનો શરૂ કર્યો છે. જેમાં જેતપુર શહેરમાં ચીફ ઓફિસરની સુચનાથી જુનીયર ટાઉન પ્લાનર આદિત્યસિંહ ચુડાસમા તથા મહિપાલસિંહની અલગ અલગ 2 ટીમ બનાવી શહેરભરની 44 શાળામાં ફાયર સેફ્ટી સાધનો અંગે તપાસ કરવામાં આવી હતી.
![rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190526-wa00401558857809066-58_2605email_1558857820_57.jpg)
જે સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો તથા આગ સમયે શું સાધનો ઉપયોગ કરવો તેવી કોઇ સ્કૂલમાં માહિતી જ ન હતી, ત્યારે મોટાભાગની સ્કૂલોને નોટીસો આપી ત્રણ દિવસમાં ઘટતી ભુલ પૂર્ણ કરવામાં નહીં આવે તો તે સ્કુલને સીલ કરવામાં આવશે, જે તપાસ દરમીયાન શહેરભરની મોટાભાગની સ્કૂલમાં રેસીડેન્ટલ મંજુરી હોય તેમજ ફાયર સેફ્ટીના પુરતા સાધનોનો અભાવ, ફાયર વખતે એક્ષીટ સાઇન બોર્ડ (રીફલેકસન વાળા)ન હતા, પાર્કીગમાં પ્લીન્કલર(ફુવારા) ન હોય, ફાયર આર્લામ, ફાયર લીફ્ટ સહિત અનેક ખામીઓ જોવા મળી હતી.
![rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190526-wa00421558857809066-27_2605email_1558857820_204.jpg)
જેના અનુસંધાને કલેકટરના હુકમથી ખામીઓ જણાતી સ્કૂલોને નોટિસો આપવામાં આવી હતી. જે નોટીસોમાં જણાવ્યા મુજબ દિવસ-૩માં અમલવારી કરવામાં નહીં આવે તો તે તમામ સ્કૂલોને શીલ કરવાનું જણાવવામાં આવેલ હતું. જો કે આ તમામ કાર્યમાં નાયબ મામલતદાર નિખીલ મહેતા સહિતના અનેક સરકારી તંત્રના અધિકારીઓએ સાથ આપ્યો હતો. હાલ વેકેશનનો સમય ચાલતો હોય તેવા સમયે મોટાભાગના ટયુશન કલાસીસ સંચાલકો વેકેશનની પળો માણવા બહાર ગામ જતા રહ્યા હોય જેથી પાલીકાના સર્વે દરમીયાન ટયુશન કલાસીસ બંધ જોવા મળ્યા હતા.
![rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190526-wa00411558857809064-24_2605email_1558857820_1074.jpg)
જો કે અમુક કોર્મશીયલ વિસ્તારમાં ગેરકાયદેસર ટયુશન ક્લાસીસ ચલાવી વિધાર્થીઓના વાલીઓને બેફામ ‘લૂંટ’ ચલાવે તેવા સંચાલકોને ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં?? ત્યારે પાલીકા દ્વારા તેવા તમામ ટ્યુશન સંચાલકોની દિવાલો ઉપર નોટિસ ચીપકાવી દીધી હતી.
![rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190526-wa00361558857809064-5_2605email_1558857820_1015.jpg)