ETV Bharat / state

A unique motorcycle : ધોરાજીના મીકેનિકે બનાવી અનોખી મોટર સાયકલ, 'અફોર્ડેબલ પ્રાઈઝ'માં આપે છે 'બેસ્ટ એવરેજ'

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 7:03 PM IST

રાજકોટના ધોરાજીમાં એક મીકેનિકે કોઠાસુઝની મદદથી એક અનોખી મોટર સાયકલ બનાવી છે. બેટરી તેમજ રેડિયેટરના કામ કરતાં મીકેનિકે 6 મહિના મહેનત કરીને સાયકલમાંથી મોટર સાયકલ બનાવી છે. વધુ જાણવા જૂઓ આ વિશેષ અહેવાલ...

6 મહિનાને અંતે રૂપિયા 35000ના ખર્ચે બની અનોખી મોટર સાયકલ

A unique motorcycle

ધોરાજી: શહેરમાં રહેતા ઈદરીશભાઈ મીકેનિકે પોતાના હુન્નર અને કોઠાસુઝથી કમાલ કરી બતાવી છે. રેડિયેટર અને બેટરીની મરામત કરતા કરતા ઈદરીશભાઈએ એક ઈનોવેશન કર્યુ છે. તેમણે એક સાયકલમાંથી મોટરસાયકલ બનાવી દીધી છે. જે અન્ય મોટરસાયકલ કરતાં કિંમતમાં સસ્તી અને બેસ્ટ એવરેજ આપે છે. આ ઉપરાંત આ ટુ વ્હીલરમાં અન્ય ટુ વ્હીલર જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

વર્તમાનમાં નવી મોટર સાયકલ એકથી દોઢ લાખ રૂપિયામાં આવે છે. જે સામાન્ય અને ગરીબ પરિવારના વ્યક્તિ ખરીદી ના શકે માટે આવા પરિવારોને પોષાય તેવી મોટર સાયકલ મેં બનાવી છે...ઈદરીશભાઈ મીણા(મીકેનીક, ધોરાજી)

મોટર સાયકલનું મીકેનિઝમઃ આ મોટર સાયકલ બનાવવામાં ઈદરીશભાઈએ સતત 6 મહિના ભારે મહેનત અને જહેમત કરી છે. ફક્ત 35 હજાર રૂપિયામાં આ ટુ વ્હીલર તૈયાર થયું છે. આ મોટર સાયકલની એવરેજ અન્ય મોટર સાયકલની જેટલી જ એટલે કે 60-65 કિમી પ્રતિ લીટરની છે.

આ અનોખી મોટર સાયકલ બની રહી છે
આ અનોખી મોટર સાયકલ બની રહી છે "ટોક ઓફ ધી ટાઉન"

"ટોક ઓફ ધી ટાઉન" છે આ મોટર સાયકલઃ આ મોટર સાયકલનો લૂક પણ સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધોરાજી શહેરમાં ઈદરીશભાઈ પોતે બનાવેલ મોટર સાયકલ લઈને નીકળે છે ત્યારે લોકો આ મોટર સાયકલને જોવા માટે ઊભા રહી જાય છે. સ્થાનિકો આ મોટર સાયકલને પસંદ કરી રહ્યા છે તેમજ આ વ્હીકલની ટેસ્ટ રાઈડની મોજ પણ લઈ રહ્યા છે.

કોઠાસુઝનો કમાલઃ ઈદરીશભાઈ સમયાંતરે આ મોટર સાયકલમાં જરૂરિયાત મુજબના નવા ફેરફાર પણ કરશે. લોકોને ઉપયોગી વાહન અને તે પણ કિફાયતી કિંમતે મળી રહે તેવો વિચાર ઈદરીશભાઈને આવ્યો હતો. આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેમણે 6 મહિના મહેનત કરી છે. તેમણે સાયકલ તથા મોટર સાયકલના પાર્ટ્સ, મશિનરી એકઠા કર્યા અને પોતાની કોઠાસુઝથી આ કમાલનું ટુ વ્હીલર તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

  1. AUTO EXPO 2023: ઈ-ઓટો ને સાયકલ લોન્ચ, સિંગલ ચાર્જ પર 165 કિમીની રેન્જ
  2. વેપારીએ સાઈકલમાંથી સ્કૂટર બનાવી વેસ્ટમાંથી બેસ્ટનું આપ્યું ઉત્તમ ઉદાહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.