- દેશનું સૌથી મોટું સંશોધન પત્ર
- સંશોધન દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો આવી બહાર
- 6 વર્ષથી અલ્સરેટિવ કોલાઇટિસ બીમારીની આડ-અસરોનો અભ્યાસ
રાજકોટ: આપણે શરીરના આંતરડાની બીમારીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટા આંતરડાના ચાંદા (ulcers in intestine) એટલે કે અલ્સરેટિવ કોલાઈટીસની બીમારી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે 20થી 40વર્ષની ઉંમરમાં આ બીમારી ટોચ પર પહોચે છે, પરંતુ હવે એક મહિનાના બાળકથી લઈને 90વર્ષના વ્યક્તિને પણ આ રોગ પ્રભાવિત કરી રહ્યો છે. આ બીમારીમાં મોટા આંતરડા અને મળાશયની અંદર સોજો (ulcers in intestine causes ) અને ચાંદા ઉપસી આવે છે. જ્યારે આ બીમારીના મુખ્ય લક્ષણો (ulcers in intestine symptoms)ની વાત કરવામાં આવે તો મળ માર્ગમાં રસી, પરું અને લોહી આવવું, તેમજ પેટમાં દુખાવો થવો અને વિટ અથવા ચૂંક આવવી જેવા લક્ષણો પ્રાથમિક તબક્કામાં જોવા મળે છે. જ્યારે લાંબા ગાળે આ બીમારીમાં મોટા આંતરડાનું કેન્સરનું પણ જોખમ વધે છે. મળ માર્ગ દ્વારા દૂરબીનથી યાને કોલોની સ્કોપીથી આ બીમારીની સંપૂર્ણ માહિતી મળી જાય છે. જ્યારે બીમારીની યોગ્ય સારવારથી તે સંપૂર્ણપણે કાબૂમાં આવી જાય છે.
દેશનું સૌથી મોટું સંશોધન પત્ર
રાજકોટના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રો લોજીસ્ટ ડો.કે.કે રાવલએ હાલમાં જ આ બીમારીની આડઅસરો માટે દેશનું સૌથી મોટું સંશોધન પત્ર રજૂ કર્યું છે. તેમનું આ રિસર્ચ પેપર પેટ- આંતરડા માટે વિશ્વ અને ભારતની સૌથી મોટી પ્રતિષ્ઠિત Indian journal of Gastroenterology પ્રકાશિત કરવામાં આવ્યું છે. ડો.કે.કે રાવલ અને તેમની ટીમ છેલ્લા છ વર્ષથી અલ્સરેટિવ કોલાઇટિસ બીમારીની આડ-અસરોનો અભ્યાસ કરી રહી છે. જ્યારે ડો.રાવલના સંશોધનથી દેશમાં પહેલી વખત તે જાણવા મળ્યું છે કે, અલ્સરેટિવ કોલાઇટિસના દર્દીઓનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું હોય તેઓમાં આ આડઅસરોનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે એપેન્ડિક્સનું ઓપરેશન અલ્સરેટિવ કોલાઇટિસના રોગની આડઅસર માટે રિસ્ક ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારની આડઅસર સરેરાશ ૧૮માંથી લગભગ દર ત્રીજા દર્દીએ (27.8%)એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું.
સંશોધન દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો આવી બહાર
ડો.કે.કે રાવલના સંશોધન દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેને લઈને તેમણ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રોગમાં મુખ્ય બાબત એ જાણવા મળી છે કે બીમારીની સોથી વધુ આડઅસર ચામડી પર પડે છે. જ્યારે સાંધા ઉપર વધુ પ્રમાણમાં આ આડઅસર નથી જોવા મળી. જે અગાઉના જૂના સંશોધનકર્તાઓના મંતવ્યથી બિલકુલ અલગ છે. ડો.રાવલના સંશોધન પત્રમાં તેમના જ સેન્ટરમાં અનુક્રમે આવતા 227 જેટલા દર્દીઓ શામેલ હતા, જેમાંથી અને કુલ 18 (7.92%)દર્દીઓ આડઅસરથી પીડાતા હતા. જેમના વિભિન્ન અંગોમાં આડઅસરનું પ્રમાણ આ મુજબ હતું. ચામડીમાં 4.84%, સાંધામાં 1.32 %, આંખમાં 0.88%, જ્યારે લીવરમાં 0.44% ટકા અને લોહીની નળીઓમાં પણ 0.44% જેવું જોવા મળ્યું હતું. ડો રાવલના કહેવા પ્રમાણે આડઅસરોનુ તાત્કાલિક નિદાન અને સારવાર કરવાથી આ બીમારીની ગંભીરતાથી દર્દીને બચાવી શકાય છે.
આ પણ વાંચો: વિશ્વ ન્યુમોનિયા દિવસ: જાગૃત રહો, અન્ય લોકોને જાગૃત કરો
આ પણ વાંચો: ક્યુટિકલમાં સમસ્યા બની શકે છે નખમાં ચેપ લાગવાનું કારણ