- રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં કોરોનાના કેસમાં વધારો
- જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
- જિલ્લામાં 50 જેટલા ધન્વંતરી રથ શરૂ
રાજકોટઃ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, જિલ્લામાં 50 જેટલા ધન્વંતરી રથ શરૂ છે. લોકો માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્ટ સહિતના નિયમોનું પાલન કરે તે માટે જિલ્લા પોલીસ વડાના સાથ સહકાર સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં
તમામ ગ્રામ પંચાયતના સરપંચને પત્ર પણ લખવામાં આવ્યાં
આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના સરપંચને પત્ર પણ લખવામાં આવ્યો છે. જે પત્રમાં ગામના લોકો વેક્સિન મુકાવે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. તો સાથે જ આગામી સમયમાં હોળી અને ધુળેટીના તહેવારો આવી રહ્યાં છે. ધુળેટી અને હોળીના તહેવારો અંતર્ગત મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય તે માટે મિટિંગ પણ ગોઠવવામાં આવી છે.