- ઉપલેટા શહેરમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ચોરીનો બનાવ
- રોકડ રકમ અને દાગીના સહિત 75000/-ની ચોરી
- વધુ એક મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રયાસ
રાજકોટઃ ઉપલેટા શહેરમાં એક બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં રોકડ રકમ સહિત દાગીનાની ચોરી થઈ હતી અને બાજુના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપલેટા શહેરમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં બ્લોક નંબર D-144માં રહેતા દિલીપભાઈ પીઠીયા અને તેમનો પરિવાર દ્વારકા દર્શન માટે ગયા હતા અને તેમના બંધ મકાનમાં રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી થઈ હતી અને બાજુના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચોરીની ઘટના
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પીઠીયા અને ઘરના સભ્યો દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને તેઓ પરત આવ્યા ત્યારે ઘરના મેઈન દરવાજોનું તાળું તૂટેલું હતુ. જેથી તેમણે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથધરી હતી.
ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઇ
દિલીપભાઈ પીઠવાના મકાનમાં અજાણ્યા શખ્સોએ તાળું તોડી પ્રવેશ કરી કબાટમાં રહેલા કપડાં સહિતનો સામાન વેર વિખેર કરી કબાટમાં રોકડા રૂપિયા 60.000/-ચાંદીના સાંકળા, કંદોરો અને કડા કિંમત રૂપિયા 15,000/-સહિત કુલ મુદ્દામાલ 75,000/-ની ચોરી થઇ હતી, ત્યાર બાદ દિલીપ ભાઈની બાજુમાં આવેલા ભાવેશભાઇ ડેરના મકાનમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.